ભડકે બળતી મોંઘવારીના કારણે લીંબુ ટામેટા જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ આસમાન આંબી ગયા છે. સામાન્ય રીતે ઉનાળામાં લીંબુનો ઉપયોગ વધારે થતો હોય છે. પરંતુ ઉનાળામાં એનર્જીનો સ્ત્રોત એવા લીંબુના ભાવ એટલા વધી ગયા છે તેની ઉપયોગ કરવાનું વિચારીને પણ લોકો બીમાર પડી જાય.
શરીરમાં વિટામિન સી અને અન્ય પોષક તત્વો ને જાળવી રાખવા અને શરીરને એનર્જી આપવા માટે લીંબુ ખૂબ જ ઉપયોગી છે. પરંતુ લીંબુના ભાવ જોતાં તેને ડાયેટમાં સમાવેશ કરવું મુશ્કેલ છે. તેવામાં આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે લીંબુનો વિકલ્પ બની શકે છે.
લીંબુ ના વિકલ્પ તરીકે તમે આ વસ્તુઓનું સેવન કરી શકો છો. આ વસ્તુ લેવાથી પણ વિટામીન સી ની ખામી દૂર કરી શકાય છે. સાથે જ આ વસ્તુઓ એનર્જી પણ તુરંત આપે છે. અને આજના સમયમાં તે લીંબુ કરતાં સસ્તી કિંમતે મળે છે.
1. સંતરા – લીંબુના ઉત્તમ વિકલ્પ તરીકે સંતરાની પસંદ કરી શકાય છે. સંતરામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે અને તે ઇમ્યૂનિટીને પણ બૂસ્ટ કરે છે. સંતરાનું જ્યુસ કે સંતરાનું સેવન કરવાથી શરીરને તુરંત એનર્જી મળે છે.
2. કેરી – ઉનાળામાં મળતી કેરી પણ વિટામિન સીથી ભરપૂર હોય છે. દૈનિક આહારમાં કેરી નો સમાવેશ કરવાથી શરીરમાં વિટામિન ની ખામી દૂર થાય છે. આ સિઝનમાં તો લીંબુ કરતાં કેરી સસ્તી મળી રહી છે.
3. કિવિ – કિવિ પણ વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે. તેને પણ તમે લીંબુના વિકલ્પ તરીકે પસંદ કરી શકો છો. કિવિનો રોજ તમારી ડાયટમાં સામેલ કરવાથી શરીરની અનેક સમસ્યાઓ દૂર થાય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી વાયરલ ગુણોને પણ હોય છે.
4. પપૈયું – પાકેલું પપૈયુ સ્વાસ્થ્ય અને સ્વાદથી ભરપૂર હોય છે અને તેનું સેવન કરવાથી પાચનતંત્ર દુરસ્ત રહે છે. શરીરમાં વિટામિન સીની ઊણપ ને પણ પપૈયુ દૂર કરે છે. લીંબુ ના વિકલ્પ તરીકે દિવસમાં એક બાઉલ પપૈયાનું સેવન કરી શકો છો.
5. સ્ટ્રોબેરી – સ્ટ્રોબેરી વિટામિન સી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે. સ્ટ્રોબેરીને આહારમાં લેવાથી વિટામીન-સીની ખામીને દૂર કરી શકાય છે. સાથે જ તેનું સેવન કરવાથી શરીરની અન્ય સમસ્યા પણ દૂર થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
6. લીંબુના વિકલ્પ તરીકે તમે આનાથી પણ પસંદ કરી શકો છો. આહારમાં અનનાસ નો સમાવેશ કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. તેનાથી કેલ્શિયમ મેગ્નેશિયમ વિટામિન સી વગેરેની ખામીને દૂર કરી શકાય છે.