તમને પણ ઊભા ઊભા કે જમતી વખતે પાણી પીવાની આદત હોય તો વાંચી લેજો આ માહિતી

 

પાણી વિના જીવન શક્ય નથી. જો શરીરમાં પાણીની ઊણપ સર્જાય તો વ્યક્તિ ગંભીર રીતે બીમાર પડી શકે છે. આ વાત પરથી જ સમજી શકાય કે પાણી આપણા જીવનની સૌથી મોટી જરૂરિયાત છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે એક સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું જ જોઇએ. શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હોય તો જ દરેક અંગ સારી રીતે કામ કરે છે કે છે.

જોકે ઘણા લોકો એવા પણ હોય છે જેઓ દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવે છે તેમ છતાં તેમને શારીરિક સમસ્યાઓ થાય છે. આ સમસ્યા પાછળ જવાબદાર તેમની કેટલીક ભૂલ હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે પાણી પીતી વખતે કરેલી પાંચ પ્રકારની ભૂલ ગંભીર સમસ્યાઓને આમંત્રણ આપે છે.

ચિંતાજનક બાબત એ છે કે 99% લોકો પાણી પીતી વખતે આ ભૂલ કરતા જ હોય છે. તો ચાલો તમને જણાવીએ કે એવી કઈ પાંચ ભૂલ છે જે પાણી પીતી વખતે કરવી જોઈએ નહીં.

1. ઘણા લોકોને આદત હોય છે કે તે એક વારમાં વધારે પડતું પાણી પીવે છે. જેટલી તરસ લાગી હોય તેના કરતાં પણ વધારે પાણી પીવું એ સાચી રીત નથી. એક દિવસમાં વ્યક્તિએ 3 થી 4 લીટર પાણી પીવું જોઇએ. પરંતુ તેનાથી વધારે પાણી પીવાથી શરીરમાં સોડિયમનું સ્તર ઘટવા લાગે છે.

2. મોટાભાગના લોકોને એવી આદત હોય છે કે તે ફટાફટ પાણી પી જાય છે. આ રીતે ઉતાવળમાં પાણી પીવાથી લોહીમાં સોડિયમ અને અન્ય પ્રવાહી પદાર્થોનું સંતુલન બગડી જાય છે. આ સ્થિતિના કારણે શરીરમાં સોજાની સમસ્યા રહે છે.

3. 99 ટકા લોકો એવા હશે જે ઊભા રહીને જ પાણી ગટગટાવી જાય છે. આ સૌથી મોટી બેદરકારી છે. ઉભા ઉભા પાણી પીવાથી પેટ ઉપર દબાણ વધે છે. આમ કરવાથી પાણી પેટની અંદર સીધુ જ પહોંચી જાય છે અને પાચનતંત્ર અને નુકસાન કરે છે. પાણી હંમેશા બેસીને શાંતિથી જ પીવું જોઈએ.

4. મોટાભાગના લોકોને જમતા જમતા પાણી પીવાની આદત હોય છે. આ આદત પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જમતા જમતા પાણી પીવાથી ખોરાક પચવામાં સમસ્યા ઊભી થાય છે જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યા થાય છે. તેથી જમતા પહેલાં 30 મિનિટ અને પછી 30 મિનિટ પાણી પીવું જોઈએ નહીં.

5. ગરમીના દિવસોમાં જો તમે ફ્રિજનું વધારે પડતું ઠંડું પાણી પીતા હોય તો આજ ને આજ થી જ બદલી ગયો. ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી યોની તંત્રિકા ને નુકસાન પહોંચે છે. અને જેના કારણે ઇમ્યુનિટી પણ ઘટી જાય છે.

Leave a Comment