લીમડાના ઝાડ તમે રસ્તા પર ઠેરઠેર જોયા હશે. લીમડો એવું વૃક્ષ છે જે પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે પરંતુ સાથે જ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પણ વરદાન સમાન છે. લીમડાના પાનથી લઈને તેના મૂળ સુધી ની દરેક વસ્તુ આયુર્વેદમાં દવા તરીકે ઉપયોગમાં આવે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર લીમડાના પાનનું દરરોજ સેવન કરવાથી રક્ત શુદ્ધ થાય છે અને ત્વચા સાફ થાય છે. લીમડામાં એન્ટી ફંગલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી છે. આજે તમને જણાવીએ કે લીમડાના ફૂલનો ઉપયોગ કરવાથી શરીરની કઈ કઈ ગંભીર સમસ્યાઓ દૂર થઇ શકે છે.
લીમડાના ફૂલ નું બનેલું શરબત પીવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. તેમાં રહેલા કુદરતી એન્ટિસેપ્ટિક ગુણ શરીરની અંદરના અંગો ને પણ સાફ અને હેલ્ધી રાખે છે. તો ચાલો તમને જણાવીએ કે લીમડાના ફૂલનું શરબત કેવી રીતે તૈયાર કરી શકાય અને તેનાથી કેવા લાભ થાય છે.
લીમડાના ફૂલનું શરબત ગરમીની ઋતુમાં અત્યંત લાભકારી છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ ફૂલનું શરબત પેટ માટે અને પાચનતંત્ર માટે ખૂબ જ સારું છે.
લીમડાના ફૂલનું શરબત બનાવવા માટે સૌથી પહેલા લીમડાના ફૂલ તોડી લેવા અને તેને બરાબર સાફ કરી લેવા. હવે એક વાસણમાં ઠંડું પાણી લઈ તેમાં ગોળ ઉમેરો અને બરાબર મિક્સ કરો.
હવે આ પાણીને એક ગ્લાસમાં કાઢી લો. તેમાં એક ચમચી લીમડાના ફૂલ ઉમેરો. સાથે જ તેમાં સ્વાદ અનુસાર મીઠું, કાચી કેરીના ટુકડા, આદુનો રસ અને મરીનો પાઉડર ઉમેરો.
હવે આ શરબત ને થોડી વાર એમ જ રહેવા દો. કલાક-દોઢ કલાક પછી તેને ઉપયોગમાં લેવું. આ શરબત અત્યંત ગુણકારી છે તેને પીવાથી નીચે દર્શાવ્યા અનુસાર ના લાભ શરીરને થાય છે.
1. લીમડાના ફૂલનું શરબત પેટ માટે અત્યંત ફાયદાકારક છે. તેનાથી પેટ સાફ થાય છે અને પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તેના કારણે ગેસ, અપચો, કૃમિ, કબજિયાત જેવી સમસ્યા થતી નથી.
2. લીમડાનાં ફૂલમાં એન્ટિ ફંગલ, એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે ત્વચા સંબંધી દરેક સમસ્યાને દૂર કરે છે. તેને ઉનાળામાં સેવન કરવાથી ત્વચા પર થતી ખીલ-ફોડલીઓ વગેરે સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તેને પીવાથી ત્વચા પર થયેલું કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન પણ દૂર થાય છે.
3. ઉનાળામાં લીમડાના ફૂલનું શરબત પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જે લોકોની ઇમ્યુનિટી નબળી હોય અને વારંવાર બીમાર પડતા હોય તેમણે આ શરબત અચૂક પીવું.
4. ઉનાળામાં ગરમીને કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યાઓ તમને નહીં નળે જો તમે નિયમિત રીતે એક ગ્લાસ લીમડાના ફૂલનું શરબત પીશો. લીમડાનો ફૂલનું શરબત પીવાથી લૂ લાગવી, હિટવેવના કારણે થતી સમસ્યાથી બચી શકાય છે.
5. લીમડાના ફૂલનું શરબત પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. જે લોકો રોજ એક ગ્લાસ આ શરબત પીવે છે તેનું વજન સરળતાથી ઘટે છે.