આ ફળ ખાશો તો રક્તદોષ અને તમામ ચર્મરોગ થશે દૂર

 

ઉનાળાની ઋતુમાં એવા કેટલાક ફળ મળે છે જેનું સેવન કરવાથી આખા વર્ષનું આરોગ્ય પ્રાપ્ત થાય છે. સાથે જ આ ફળનું સેવન કરવાથી ઉનાળામાં ગરમીના કારણે થતી સમસ્યાથી પણ મુક્તિ મળે છે.

ઉનાળા દરમિયાન કેરી, તરબૂચ, સક્કરટેટી, લીચી અને કાળા રંગના જાંબુ ભરપૂર પ્રમાણમાં મળે છે. આ બધા જ ફળ એવા હોય છે જે ઉનાળામાં શરીરને લાભ કરે. તેથી તેનું સેવન કરવું જરૂરી છે.

ખાસ કરીને વાત કરી એ કાળા જાંબુની તો આ ફળ વર્ષ દરમિયાન ફક્ત આ સિઝનમાં જ મળે છે જેના કારણે તેનું સેવન અચૂક કરવું જોઈએ. તેને ખાવાથી ડાયાબિટીસ, શરીરમાં પાણીની ઉણપ, રક્તની ઉણપ, સ્ટ્રોક વગેરેથી રક્ષણ મળે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે આ એક એવું ફળ છે જે ઋતુ દરમિયાન થતી દરેક સમસ્યાથી તમારું રક્ષણ કરે છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ, વિટામિન સી, વિટામિન બી ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ તેમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે. તેને ખાવાથી કયા-કયા લાભ થાય છે તે પણ જાણીએ.

1. જાંબુ ખાવા થી હાડકાંને મજબૂતી મળે છે. તેમાં કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે હાડકાં અને સુરક્ષા કવચ પ્રદાન કરે છે. તેનું સેવન કરવાથી ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યા થતી નથી.

2. જાંબુમાં આયોજન પણ વધારે હોય છે જેનું સેવન કરવાથી એનીમિયા એટલે કે રક્તની ઉણપની સમસ્યા દૂર થાય છે. જે જાંબુ ખાય છે તેના શરીરમાં ક્યારે રક્તની ઉણપ સર્જાતી નથી.

3. જાંબુ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. તેના કારણે વાતાવરણના કારણે થતી બીમારીઓથી બચી શકાય છે.

4. જાંબુ ખાવાથી ત્વચાનો નિખાર પણ વધે છે. જાંબુ એન્ટી એજિંગનું તત્વ હોય છે જે વધતી ઉંમરના લક્ષણોથી ત્વચાનો બચાવ કરે છે.

5. ઉનાળામાં અપચો, એસિડિટી જેવી સમસ્યાઓ લોકોને સતાવતી હોય છે. તેવામાં જાંબુ ખાવાથી પાચનતંત્ર સંબંધી સમસ્યાઓ થતી નથી.

6. ડાયાબિટીસના દર્દી માટે તો જાંબુ ઉત્તમ ફળ છે. તેનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. અન્ય ફળોની સરખામણીમાં ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ ઉત્તમ ફળ ગણાય છે.

7. ઉનાળા દરમિયાન જાંબુ ખાવાથી શરીરને જરૂરી દરેક પોષક તત્વો મળી રહે છે. જાંબુ તમે દિવસમાં કોઇપણ સમયે ખાઈ શકો છો. તેને ખાવાથી શરીરને થતાં નુકસાનથી બચી શકાય છે.

Leave a Comment