દોસ્તો જ્યારે કોઈનું શરીર બેડોળ થઈ જાય છે એટલે કે પેટ, કમર, સાથળના ભાગે ચરબી વધી જાય છે ત્યારે તેને ઘટાડવા માટે લોકો દિવસ-રાત એક કરી દેતા હોય છે. ખાસ કરીને મહિલાઓ આ રીતે વધેલી ચરબીને ઝડપથી ઘટાડવા માંગે છે. પરંતુ પૂરતી માહિતીના અભાવને કારણે ઝડપથી વજન ઘટતું નથી.
આજે તમને 30 દિવસમાં વજન ઘટાડે તેવી અલગ રીત બતાવીએ. આ કામ કરી લેવાથી તમારું વજન હકીકતમાં 30 દિવસમાં ઘણું ઓછું થઈ જશે. એક મહિનામાં વજન ઘટાડવા માટે તમારે રોજ છ કામ કરવાના છે.
જેને વજન ઘટાડવું હોય છે તેમના માટે સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે તેમને કોઈ પણ કામ કરવાનો સમય મળતો નથી. વ્યસ્ત દિનચર્યામાં થી વજન ઘટાડવા માટે સમય કેવી રીતે કાઢવો તે પ્રશ્ન તમને પણ સતાવતો હોય તો આજે તમને તેનો પણ ઉકેલ જણાવીએ
જો તમારી એક મહિનામાં વજન ઘટાડવું હોય તો તમારે દર અઠવાડિયે 3500 કેલરી બાળવી પડશે. આમ કરવા જશો તો શરીરમાં કેલરીની ઉણપ થશે અને ચયાપચયની ક્રિયા ધીમી પડી જશે. તો પછી એક મહિનામાં ચરબી કેવી રીતે ઘટાડવી ? આ છે તેનો જવાબ.
એક મહિનામાં વજન ઘટાડવું શારીરિક રીતે થોડું મુશ્કેલ લાગશે પરંતુ કેટલીક સરળ ટેકનિકને ફોલો કરીને તમે ઝડપથી વજન ઉતારી શકો છો. આજે તમને આવી અસરકારક ટિપ્સ વિશે જણાવીએ.
વજન ઝડપથી ઘટાડવા માટે અઠવાડિયામાં તમારે પાંચ દિવસ 30 થી 45 મિનિટ કસરત કરવાની છે. આકૃતિ કેવી હોવી જોઈએ છે તમારા હાડકા અને સ્નાયુઓને મજબૂત બનાવે. આ રીતે કસરત કરવાથી રાત્રે ઉંઘ પણ સારી આવશે.
રાત્રે સુવાનો સમય હોય તેની ત્રણ કલાક પહેલાં જમી લેવું. આમ કરવાથી ચયાપચયની ક્રિયા સારી રીતે થાય છે અને પાચન બરાબર થવાથી સ્થૂળતા વધતી નથી.
દિવસ દરમિયાન ભરપૂર પ્રમાણમાં પાણી પીવો. પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને પાચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે. તેનાથી વજન ઝડપથી ઘટાડવામાં મદદ મળે છે.
જ્યારે સવારે તમે જાગો તેની બે કલાકની અંદર નાસ્તો કરી લેવો જરૂરી છે. જો શરીરને નાસ્તો મળતો નથી તો શરીરમાં એનર્જી રહેતી નથી. તેથી સવારનો નાસ્તો હંમેશા કરવો.
દિવસ દરમિયાન જ્યારે ભૂખ લાગે ત્યારે નમકીન, કુકી એવી વસ્તુઓ ખાવાને બદલે ફળ કે ઘરે બનાવેલા ચણા મમરા નું સેવન કરો. તમે શેકેલા મખાણા પણ ખાઈ શકો છો.
આ સિવાય સવારે નાસ્તો બપોરે ભોજન અને રાત્રિ નું ભોજન સમયસર કરી લેવું. સમયસર કરેલું ભોજન શરીરને એક્ટિવ રાખશે એનર્જિ વધારે છે અને મગજને પણ તણાવ મુક્ત કરે છે.
આ રીતે તમે એક મહિના સુધી આ બધી જ ટિપ્સ ફોલો કરશો તો તમારું વજન ઘણી રીતે ઘટી જશે.