સારી ઊંઘ એ બધાને પસંદ હોય છે. સારી ઊંઘ મેળવવા માટએ લોકો ઘણા બધા અલગ અલગ પ્રયત્ન કરતાં હોય છે. જો તમે પણ અનિંદ્રાની સમસ્યાથી હેરાન થઈ રહ્યા છો અને અનેક પ્રકારના અલગ અલગ ઉપાય અપનાવી લીધા પછી પણ તમને રાત્રે સારી ઊંઘ નથી આવતી તો તમને તેનાથી ગંભીર બીમારી પણ થઈ શકે છે.
આજે અમે તમને સારી ઊંઘ લાવવા માટે એક એવો ઉપાય જણાવી રહ્યા છે જે તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરશે. તમારા રસોડામાં પણ કાજુ તો હશે જ તો અમે તમને કાજુ અને દૂધની એક એવી ડ્રિંક વિષે જણાવી રહ્યા છે કે જેના ઉપયોગથી તમે પથારીમાં પડશો કે તરત જ તમને ઊંઘ આવી જશે.
આની માટે તમારે સૌથી પહેલા 3 થી 4 નંગ કાજુને એક કપ દૂધમાં પલાળવાના રહેશે.
આ પછી આ કાજુને 4-5 કલાક માટે દૂધમાં જ રહેવા દો.
હવે આ કાજુને બરાબર ક્રશ કરીને પેસ્ટ બનાવી લો.
પછી આ કાજુની પેસ્ટને દૂધમાં ઉમેરો અને જે દૂધમાં કાજુ પલાળિયા હતા એ દૂધ પણ તેમાં ઉમેરી લો.
તમે ઈચ્છો તો આ દૂધમાં તમારા ટેસ્ટ પ્રમાણે થોડી ખાંડ પણ ઉમેરી શકો છો અથવા તમને ખજૂર પસંદ હોય તો ખજૂર પણ ઉમેરી શકો છો.
હવે આ દૂધને થોડીવાર બરાબર ઉકાળો. ઉકળી ગયા પછી આ ડ્રિંક તૈયાર થઈ ગઈ છે.
હવે જો તમને પસંદ હોય તો તમે આને હુંફાળું ગરમ પણ તમે પી શકો છો અને તમને ઠંડુ પસંદ હોય તો તમે ઠંડુ પણ પી શકો છો.
હવે તમને જણાવી દઈએ કે આ ડ્રિંક પીવાથી તમને ઊંઘ તો સારી આવે જ છે સાથે સાથે તમારો બીજો દિવસ પણ ખૂબ સારો ઊગે છે અને તમે આખો દિવસ ફ્રેશ ફિલ કરશો.
કાજુ અને દૂધની આ ડ્રિંક પીવાથી તમને એનર્જી પણ મળે છે. તો હવે દરરોજ રાત્રે આ ડ્રિંક પીવાનું રાખજો. નિયમિત સેવનથી અનિંદ્રાની બીમારી જલ્દી જ દૂર થઈ જશે.
આ સિવાય રાત્રે સારી ઊંઘ લેવા માટે તમે રાત્રે કોઈ સારું પુસ્તક વાંચી શકો છો, કોઈ સારું ધીમું મ્યુઝિક શરૂ કરીને થોડું મેડિટેશન પણ કરી શકો છો. ધ્યાન એ તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે.
અહિયાં જણાવેલ ઉપાય જો તમે કરો છો અને સાથે સાથે પોઝિટિવ વિચાર રાખો છો તો તમને ઊંઘ જરૂર આવશે આ સિવાય તમે થોડું ચાલવા પણ જઈ શકો છો.
અમારી આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માહિતી વધુને વધુ મિત્રો સુધી પહોંચાડજો.