વજન વધારે હોવું એ તો એક બહુ મોટી સમસ્યા છે જ પણ તમને જણાવી દઈએ કે જે મિત્રોનું વજન ઘણું ઓછું છે તેઓ પણ ખૂબ હેરાન થતાં હોય છે. તમને જણાવી દઈએ કે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ વ્યક્તિનું વજન અચાનક ઘટવા લાગે છે.
તો તમને જણાવી દઈએ કે વજન ઘટવું એ અમુક બીમારી થવાની શરૂઆત હોય છે. એટલે જો તમે કે તમારા ઘરમાં કોઈ આવું અનુભવી રહ્યા છે તો તેમણે તરત જ કોઈ યોગ્ય પગલાં લેવા જોઈએ. આમ કરવાથી તમે જલ્દીથી બીમારીને પકડી શકશો અને યોગ્ય પગલાં લઈ શકશો.
આજે અમે તમને વજન વધારવા માટેના કેટલાક ખાસ ઉપાય જણાવી રહ્યા છે. આ ઉપાય અપનાવીને તમે બહુ ઓછા સમયમાં તમારું વજન વધારી શકશો. યાદ રાખજો આ વજન વધારવાની વાત છે. શરીરની ચરબી વઢવી એ અલગ વસ્તુ છે. ચાલો જાણી લઈએ ફટાફટ.
જ્યારે પણ તમે જમવા બેસવાના હોવ તો તેના 1 કલાક પહેલા પાણી પીવું બંધ કરી દો. પાણી પી લેવાથી પેટ ભરેલું લાગે છે અને પછી જ્યારે તમે જમવા બેસો છો તો તમે વધુ જમી શકતા નથી. એટલે જો તમે વજન વધારવા માંગો છો તો જમવાના કલાક પહેલા પાણી પીવો નહીં.
બીજી બાજુ જો તમે વજન ઘટાડવા માંગો છો તો જમ્યાના 1 કલાક પહેલા 1 ગ્લાસ પાણી પી લેવું. આમ કરવાથી તમે ઓછું ભોજન લેશો અને તમારું પેટ જલ્દી ભરાઈ જશે.
જો તમે માનો છો કે વધારે જમવાનું લેવાથી તમારું વજન વધશે તો એવું નથી વધારે ભોજન લેવાને બદલે તમે થોડી થોડી વારે હેલ્થી વસ્તુઓ ખાવાનું રાખો. આનાથી તમારા શરીરમાં કેલેરી વધશે અને તમારું વજન પણ વધશે.
જે લોકો નિયમિત નાસ્તો નથી કરતાં તેમનું વજન જલ્દી વધતું નથી તો તમને પણ જો નાસ્તો ના કરવાની આદત હોય તો તે ટેવ બદલી દેવી. દરરોજ સવારમાં નિયમિત નાસ્તો કરવાનું રાખો આ દરમિયાન તમે બદામ, ગોળ, શીંગના લાડુ, બટર વગેરે જએવી વસ્તુઓ લઈ શકો છો. આ સાથે પ્રોટીન મળે એ ખોરાક પણ તમે ખાઈ શકો છો.
જે ફળ કે શાકભાજીમાં વધારે પ્રોટીન મળતું હોય છે તેને તમે દિવસ દરમિયાન લઈ શકો છો. આમ કરવાથી શરીરમાં પ્રોટીન વધે છે અને તેનાથી તમારા વજનમાં વધારો થાય છે.
કસરત કરવાથી વજન ઘટે અને ચરબી ઘટે જ એવું નથી હોતું. સવારે હળવી કસરત કરવાથી વજન વધારી પણ શકાય છે. કસરત કરવાથી શરીરને થાક લાગે છે અને થાક લાગવાથી ભૂખ ઊઘડે છે. ઘણીવાર ભૂખ ના લાગવાને લીધે પણ વજન ઘટતું હોય છે. તો કસરત જરૂર કરજો.