તમારી ત્વચાને એકદમ દૂધ જેવી ચકચકાટ કરી દેવી હોય તો કરો આ ઉપાય

 

આજના ફાસ્ટ સમયમાં દરેક મહિલાને પોતાના સ્કીનને ખૂબ ઝડપથી હેલ્થી અને ચમકદાર બનાવવી હોય છે પણ તમને જણાવી દઈએ કે જો તમે પણ સ્કીન પર માર્કેટમાં મળતી મોંઘી પ્રોડક્ટ્સ કે પછી પાર્લરના મોટા મોટા પેકેજ લઈને સર્વિસ લઈ રહ્યા છો તો તે તમારી સ્કીનને લાંબા ગાળે નુકશાન કરી શકે છે.

તો તમને જણાવી દઈએ કે આજે અમે તમારી માટે એવા 8 ઉપાય લાવ્યા છીએ જેને અપનાવવાથી તમે સ્કીનને લાંબા સમય સુધી હેલ્થી અને ચમકદાર રાખી શકો છો. તો ચાલો તમને જણાવી દઈએ આ 8 સરળ અને ઉપયોગી ટિપ્સ. પહેલા નંબરની ટીપ જાણવા માટે આર્ટીકલ અંત સુધી વાંચો.

1. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે સૌથી વધુ ઉપયોગી છે કે પાણી જો તમે ભરપૂર પીવો છો તો તમારી સ્કીન ચમકદાર અને હેલ્થી રહે છે. આ સાથે ભરપૂર લીલા શાકભાજી અને ફ્રૂટ ખાવા જોઈએ.

2. આજકાલ લોકો નાની નાની વાતે ગુસ્સે થઈ જતાં હોય છે અને બહુ જલ્દી કોઈપણ વાતને લઈને ટેન્શનમાં આવી જતાં હોય છે. સ્કીનને હમેશાં હેલ્થી રાખવા માટે સ્ટ્રેસથી દૂર રહો. આમ કરશો તો તમે લાંબા સમય સુધી તમે સ્કીનને હેલ્થી અને સ્વચ્છ રાખી શકશો.

3. સ્કીન માટે એલોવેરા પહેલાથી જ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. તેના ઉપયોગથી ચહેરા પર ચમક વધે છે અને મોટી ઉમરે કરચલી થવાની સમસ્યામાં પણ ઘટાડો થાય છે. જેમને સ્કીન ડ્રાય થવાની સમસ્યા હોય છે તેમણે એલોવેરાનો ઉપયોગ ખૂબ અસરકારક સાબિત થાય છે. સ્કીનને હેલ્થી બનાવવા માટે રાત્રે સૂતા પહેલા એલોવેરા જેલથી મસાજ કરો.

4. ગ્રીનટીનો ઉપયોગ તમે ફક્ત વજન ઘટાડવા માટે જ સાંભળ્યું હશે પણ તમને જણાવી દઈએ કે ગ્રીન ટી એ સ્કીન માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સ્કીન ટેન થવાની મુશ્કેલીથી તમે પીડાવ છો તો ગ્રીન ટીનું સેવન કરો. આમ કરવાથી સ્કીન કેન્સર થવાનું જોખમ પણ ઘટાડી શકાય છે.

5. નારિયળના તેલને પ ઘણી રીતે ઉપયોગી માનવામાં આવે છે. આ તેલના ઉપયોગથી વધતી ઉમર સાથે પણ સ્કીન યુવાન જ રહે છે. જો કોઇની સ્કીન ડ્રાય છે તો તેમની માટે આ તેલની મસાજ કરવી એ ખૂબ ફાયદાકારક છે.

6. નારિયળ એ ઘણીરીતે આપણને ફાયદાકારક છે. પણ દરરોજ જો એક નારિયળનું પાણી પીવામાં આવે છે તો સ્કીન ખૂબ હેલ્થી બને છે એટલું જ નહીં પણ નારિયળ પાણી પીવાથી પથરી થવાના ચાન્સ પણ ખૂબ ઘટી જાય છે.

7. ચણાનો લોટ લેવો અને તેમાં થોડી હળદર અને પાણી ઉમેરીને પેસ્ટ જેવુ તૈયાર કરી લો. પછી આ પેસ્ટને ચહેરા પર બધે બરાબર લગાવી લો. 15 મિનિટ પછી ચહેરાને સાફ પાણીથી ધોઈ લો. આમ કરવાથી ચહેરો ચમકી જશે.

8. કાચું દૂધ લઈને તેમાં ચણાનો લોટ અને મધ ઉમેરો આ પછી તેમાંથી એક પેસ્ટ જેવુ તૈયાર કરી લો. આ પછી આ ફેસપેકને અઠવાડિયામાં બે વાર કરવાનો રહેશે. આમ કરવાથી સ્કીન સુંદર અને ચમકદાર બને છે.

Leave a Comment