આ જ્યુસ પી લેશો તો ગમે તેવી ગરમીમાં તમારા વાળ કે ચામડી રફ નહિ થાય

ઉનાળામાં ગરમીને લીધે શરીરમાંથી પાણી ખૂટી જતું હોય છે. એવામાં જો આપણે આપણાં શરીરનું ધ્યાન નથી રાખતા તો ઘણી બધી મુશ્કેલીઓ થતી હોય છે.

ફક્ત શરીરમાં જ નહીં પણ ગરમીની અસર આપણાં વાળ, સ્કીન અને બીજી ઘણી રીતે અસર થતી હોય છે. આજે અમે તમને અમુક એવા જ્યુસ વિષે જણાવી રહ્યા છે જેનાથી તમે તમારા શરીરનું ધ્યાન રાખી શકો છો.

ઉનાળામાં પાણી તો ભરપૂર પીવું જ જોઈએ. આ સાથે જો તમને ફાવે તો તમે દરરોજ સાથે પાણીની જે બોટલ લઈને જતાં હોવ તેમાં થોડું મીઠું અને લીંબુ પણ ઉમેરી શકો છો. આમ કરવાથી શરીરમાં એનર્જી લેવલ બની રહે છે.

આજે અમે તમને જે જ્યુસ વિષે જણાવી રહ્યા છે તે જ્યુસના સેવનથી તમારું શરીર સાફ થઈ જાય છે અને તમારા બધા જ અંગ બરાબર કામ કરે છે. તમારા ચહેરા પર તેજ અને ચમક બની રહે છે.

હળદર વિષે તો તમે જાણો છો પણ તમને ખબર છે કે હળદરનું જ્યુસ પણ પીવાથી તમારા ચહેરાની ચમકમાં વધારો થતો હોય છે. એટલે તમારા ડાયટમાં તમારે હળદરના જ્યુસનું સેવન કરો. ઉનાળામાં તે ખૂબ ગુણકારી સાબિત થશે.

ઉનાળામાં ગરમીના લીધે શરીરમાં ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે તો જો તમે પણ શરીરમાં લોહી શુધ્ધ કરવા માંગો છો તો તેની માટે પણ તમે હળદરનો ઉપયોગ કરી શકો છો આની માટે તમને 5 થી 6 ઇંચ લાંબો લીલી હળદરનો ટુકડો જોઈશે. તેને વાટી લો અને તેના રસનું સેવન કરવાનું રહેશે.

ઉનાળામાં આમળા મળવા થોડા મુશ્કેલ છે પણ તેના જ્યુસને તમે પીવો છો તો તેમાંથી તમને વિટામિન સી ભરપૂર મળે છે. વિટામિન સી એ તમારા સ્વાસ્થ્ય માટએ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

આમળાના જ્યુસથી તમારી સ્કીન પણ ચમકદાર રહેશે. આ સાથે શરીરમાં ઇમ્યુનિટી પાવર પણ વધે છે. એટલે તેના લીધે તમને બીમારી થવાના ચાન્સ પણ ઘટે છે.

આમળાને કાપીને તેમાં થોડું પાણી ઉમેરીને તેનો રસ બનાવી લો. તમે આની અંડર થોડું મીઠું અથવા સંચળ ઉમેરી શકો છો.

એલોવેરા જ્યુસમાં ઘણા એવા તત્વો હોય છે જે સ્કીનને સુંવાળી રાખે છે અને સ્કીનને ચમકદાર બનાવે છે. આ સિવાય તમે તમારા ચહેરા પર એલોવેરા ઘસી પણ શકો છો.

આ સિવાય તમે ઉનાળામાં શરીરમાં લોહીનું લેવલ બનાવી રાખવા માટે બીટ અને ગાજરનો મિક્સ જ્યુસ પીવો. આની માટે તમે બીટ અને ગાજરને કાપીને મીક્ચરમાં પણ જ્યુસ બનાવી શકો છો અથવા બીટ અને ગાજરને તમે થોડા ઉકળતા પાણીમાં બાફીને તેને ક્રશ કરી શકો છો.

આ ઉપર જણાવેલ કોઈપણ જ્યુસમાં તમે તમારા ટેસ્ટ મુજબ મીઠું, લીંબુ અથવા સંચળ ઉમેરી શકો. બની શકે તો પ્રયત્ન કરો કે એમજ પીવો પણ થોડા દિવસ તમને નથી ફાવતું ત્યાં સુધી આવીરીતે મીઠું કે બીજા મસાલા ઉમેરી શકો છો.

Leave a Comment