જમીને કરી લો આ કામ, જિંદગીમાં ક્યારેય કબજિયાત નહિ થાય

 

હાલના વ્યસ્ત સમયમાં આખો દિવસ બધા કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેતા હોય છે. એમાં પણ જો કોઈ વર્કિંગ વુમન હોય તો તેને તો આખો દિવસ ઘર અને ઓફિસ બંને કામ સંભાળવા પડતાં હોય છે. એવામાં તેઓ પોતાનું ધ્યાન બહુ ઓછું રાખતી હોય છે.

આ કારણે જ સ્ત્રીઓને ઘણીવાર અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આજે દર બીજી મહિલા મેદસ્વિતા અને વધતી ઉમરની સાથે શરીરમાં થતાં ફેરફારથી હેરાન થતી હોય છે.

આખો દિવસ કોઈને કોઈ કામમાં ડૂબેલ હોવાથી મહિલાઓ ઈચ્છવા છતાં પણ પોતાની ઉપર ધ્યાન આપી શકતી નથી. આવી મહિલાઓને અમારી એક સલાહ છે કે તેમણે રાતનું જમવાનું લે એ પહેલા પોતાના માટે 30 મિનિટ જેટલો સમય આપવાનો રહેશે. આ 30 મિનિટ તમે ચાલવાનું રાખો. આમ કરવાથી તમને ઘણો ફાયદો થશે.

જો તમે પણ આખો દિવસ વ્યસ્ત રહો છો અને કસરત કરવામાં સમય નથી આપી શકતા તો તમારે દરરોજ જમ્યા પહેલા 30 મિનિટ ચાલવાનું રહેશે. આમ કરવાથી તમને ઘણા ફાયદા થશે જેમાં કબજિયાત અને બીજી ઘણી પેટની બીમારીઓ સામેલ છે.

જો જમ્યા પહેલા તમે 30 મિનિટ ચાલવા નથી જઈ શકતા તો તમારે રાત્રે જમી લીધા પછી 30 મિનિટ ચાલવા જવાનું રહેશે. આમ કરવાથી ભોજન સારી રીતે પચી જાય છે. આ સાથે વજન ઘટવામાં પણ મદદ મળે છે.

જમ્યા પછી તરત તમે 30 મિનિટ ચાલવા જાવ છો તો વજન નિયંત્રિત રહે છે. તો જમ્યા પછી હવે તરત જ આડું પડવું કે પછી સૂઈ જવાને બદલે 30 મિનિટ ચાલવા જવાનું રાખજો.

જે મિત્રોને અનિંદ્રાની સમસ્યા હોય છે તેમના માટે ચાલવા જવું એ સૌથી સારો ઓપ્શન છે. જો તમે રાત્રે જમ્યા પછી ચાલવા જાવ છો તો તમને સ્ટ્રેસ પણ ઓછો થશે અને તમારી હેલ્થ પણ સારી રહેશે.

રાત્રે ફક્ત 30 મિનિટ ચાલવાથી જમ્યા પછી ભોજન સારી રીતે પચી જાય છે અને શરીરમાં મેટાબોલિઝમ સારું બને છે. આ સિવાય રાત્રે ઊંઘ પણ સારી આવે છે. માનસિક બીમારીથી પીડાઈ રહેલ વ્યક્તિ મનથી હેલ્થી રહે છે.

રાત્રે જમ્યા પછી જો તમે ચાલો છો તો તમને થાક લાગે છે અને થાક લાગવાથી રાત્રે ઊંઘ સારી આવે છે. સારી ઊંઘ લેવાથી તમે બીજા દિવસે ફ્રેશ ફિલ કરશો અને કામમાં વધુ સારું ધ્યાન આપી શકશો.

જે મિત્રો સતત કોઈને કોઈ ચિંતામાં રહેતા હોય છે તેમણે રાત્રે ચાલવાનું શરૂ કરી દેવું જોઈએ. આમ કરવાથી તેઓ ફ્રેશ રહેશે અને તેમના મૂડમાં સુધારો થશે.

રાત્રે જમ્યા પછી ફક્ત 30 મિનિટ ચાલવાથી પાચનશક્તિ મજબૂત બને છે. એટલે હવે તમે પણ આજથી જ દરરોજ રાત્રે જમીને 30 મિનિટ ચાલવાનું શરૂ કરી દેજો.

જે મિત્રોને ડાયાબિટીસની તકલીફ હોય છે તેમણે પણ રાત્રે ચાલવું જોઈએ. આમ કરવાથી શરીરમાં સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

જમી લીધા પછી સૂઈ જવાથી કે આડા પડવાથી શરીરમાં ચરબી બને છે જેના લીધે તમારું વજન વધતું રહે છે અને વજન વધવાથી ઘણી બધી મુશ્કેલીઓ થતી હોય છે.

Leave a Comment