જો તમે આજ સુધી વજન ઘટાડવા માટએ ઘણું બધુ ટ્રાય કર્યું છે અને તમને જોઈએ એવો ફરક નથી દેખાઈ રહ્યો તો તમારી ડાયટમાં તમે કોઈ ભૂલ કરી રહ્યા છો. દરેકના શારીરિક બંધારણ પ્રમાણે ડાયટ અને ખાવા પીવાની વસ્તુઓમાં પરિવર્તન કરવાથી વજનમાં ઘટાડો કરી શકાય છે.
પણ એક એવી વસ્તુ પણ છે જેના બરાબર સેવનથી કોઈપણ વ્યક્તિ વજન ઘટાડી શકે છે. આજે અમે તમને એવી 8 વસ્તુઓ વિષે જણાવી રહ્યા છે જેના સેવન કરવાથી તમારું વજન જોત જોતામાં ઘટી જશે.
વજન ઘટાડવામાં સૌથી વધુ જરૂરી વસ્તુ છે પ્રોટીન. પ્રોટીનથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તમને જણાવી દઈએ કે વજન ત્યારે જ વઢે છે જ્યારે વ્યક્તિ વારંવાર કાઇને કાઇ ખાઈ લે છે.
જ્યારે પણ વ્યક્તિ પ્રોટીનનું સેવન કરે છે તેમને ભૂખ ઓછી લાગે છે અને વારંવાર ખાવાનું મણ થતું નથી. આમ થવાથી વજનમાં ઘટાડો થાય છે. ચાલો તમને જણાવી દઈએ એ વસ્તુઓનું નામ જેનું સેવન તમારે વજન ઘટાડવા માટે કરવું જોઈએ.
1. દૂધ એ પ્રોટીનનો સારો સોર્સ માનવામાં આવે છે. ઘરમાં મહિલાઓ, પુરુષો, વડીલો અને બાળકોએ દૂધનું સેવન કરવું જ જોઈએ. દૂધ ખૂબ ફાયદાકારક હોય છે. વજન કંટ્રોલમાં રાખવા માટે દૂધ ખૂબ જરૂરી છે.
2. ટોફુમાંથી પણ ઘણું પ્રોટીન મળે છે આ સિવાય તેમાં એમીનો એસિડ, આયરન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફૉસ્ફરસ જેવા તત્વો હોય છે. આ બધા તત્વો તમારા વધતાં જતાં વજનને કંટ્રોલમાં રાખે છે.
3. પ્રોટીન માટેનો એક ખૂબ સારો સ્ત્રોત ઈંડા છે. તેમાં 6 ગ્રામ પ્રોટીન સાથે બીજા પોષકતત્વો હોય છે. ઈંડાના સેવનથી વજન પણ કંટ્રોલમાં રહે છે.
4. બાકી બધાના ભોજન અને શાકભાજી કરતાં કઠોળમાં પ્રોટીનનું પ્રમાણ સૌથી વધારે હોય છે. જો તમને ચણા પસંદ છે તો તમારે તેનું સેવન કરવું જોઈએ. સૌથી વધુ પ્રોટીન ચણામાં હોય છે. નિયમ લઈ લેવો કે દરરોજ એક મુઠ્ઠી ચણાનું સેવન કરવું જોઈએ.
5. લીલોતરી ખાવાથી સ્વાસ્થ્ય તો સારું રહે જ છે આ સાથે શરીરને ઘણા પોષકતત્વો પણ મળે છે. તમને જણાવી દઈએ કે બ્રોકોલી એક એવું શાક છે જેમાં પ્રોટીન બહુ સારા પ્રમાણમાં હોય છે. તેમાં કેલેરી બહુ ઓછી હોય છે જેના લીધે વજન વધતું નથી અને પેટ પણ ભરેલું રહે છે.
6. ચીઝ એક એવી વસ્તુ છે વજન વધવા માટે કારણભૂત માનવામાં આવે છે. પણ તમને જણાવી દઈએ કે કોટેઝ ચીજમાં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે.
7. ઘણા મિત્રોને દિવસભર કોઈને કોઈ વસ્તુ ખાવા માટે જોઈતું હોય છે. એવામાં જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે તમે બદામ ખાઈ શકો છો. બદામમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. બદામ ખાવાથી પેટ ભરેલું રહે છે અને તેના લીધે બીજું કશું ખાવાનું મન થતું નથી.
8. નારિયળમાં ભરપૂર પ્રોટીન હોય છે. તેના સેવનથી લીવર સારું રહે છે અને આ સાથે વજન કંટ્રોલમાં રહે છે.