ગોળ આપણાં ઘણા એવા ગુજરાતી ઘર છે જયા આજે પણ જમવા સાથે ગોળ જરૂર લેવામાં આવે છે. ઘણીવાર ઘરમાં તમને પણ તમારા માતા પિતા કે વડીલોએ સલાહ આપી હશે કે દરરોજ એક નાનો ટુકડો ગોળ ખાવાનું રાખો.
ગોળ ખાવાના તો ઘણા ફાયદા તમે વાંચ્યા અને જાણ્યા હશે. પણ તમને જણાવી દઈએ કે એવી કેટલીક વસ્તુઓ તમારા રસોડામાં હાજર છે જો એ વસ્તુઓને તમે ગોળ સાથે ખાવ છો તો તમને ગોળ ખાવાના બીજા ઘણા ફાયદા થશે. ચાલો તમને જણાવી દઈએ કે એવી કઈ વસ્તુઓ છે જેને ગોળ સાથે ખાવી જોઈએ.
1. હવે ધીરે ધીરે ઠંડક વધશે એટલે ઘરમાં બધાને બીમારીથી બચવાની જરૂરત પડશે તો ગોળ સાથે હળદરનું સેવન કરવાનું રાખો. આમ કરવાથી શરદી, ઉધરસ અને કફને પણ કાપે છે.
2. હવે જ્યારે પણ તમે મગફળી ખાવ તો તેની સાથે થોડો ગોળ પણ ખાવ, આમ કરવાથી તમને ભૂખ ઓછી લાગશે.
3. પરિવારમાં તાવ, શરદી અને ઉધરસ જેવી બીમારી માટે દવાખાન નથી જવા માંગતા તો તમારે ગોળ અને તલનું સાથે સેવન કરવાનું રહેશે.
4. ગોળ અને મેથી સાથે ખાવાથી જેમને પણ વાળ અને સ્કીનની તકલીફ થાય છે તેમને રાહત મળે છે. આ બંનેનું સાથે સેવન કરવાથી જે મિત્રો સફેદ વાળની સમસ્યાથી હેરાન થાય છે તેમને પણ ફાયદો થાય છે.
5. જે માતાએ બાળકને જન્મ આપ્યો હોય અને બાળકને સ્તનપાન કરાવવામાં તકલીફ થઈ રહી હોય તો તમારે ગુંદર અને ગોળ મિશ્રિત વસ્તુઓનું સેવન કરવું જોઈએ. ગુંદર અને ગોળનું સેવન કરવાથી હાડકાં પણ મજબૂત થાય છે.
6. જો તમે એકલો ગોળ પણ ખાવ છો તો પણ તમને અઢળક ફાયદો થાય છે. શરીરમાં એનીમિયાની તકલીફ દૂર થાય છે.
7. આપણે ઘણીવાર ભોજનમાં ઘી ગોળ સાથે ખાતા હોઈએ છે. આમ કરવાથી શરીરને સારા પ્રમાણમાં આયરન મળે છે.
8. મહિલાઓ માટે ગોળ ધાણાનું સાથે સેવન કરવું એ ખૂબ ફાયદાકારક હોય છે. પિરિયડ્સ દરમિયાન જેમને પણ દુખાવો થાય છે તેમને આનાથી ખૂબ લાભ થશે. જે મહિલાઓને વધુ રક્ત સ્ત્રાવ થવાની સમસ્યા હોય છે તેમને ખૂબ ફાયદો થશે.
9. મુખવાસ માટે વરિયાળીનું સેવન કરો છો તો હવે વરિયાળી અને ગોળનું સેવન કરી શકો તેનાથી તમને ઠંડક મળશે અને શ્વાસમાં આવતી દુર્ગંધ દૂર થશે.