આ ઉપાય કરશો તો આખી જિંદગી હાર્ટએટેક નહીં આવે

 

આજના સમયમાં લોકોને થતી મોટાભાગની શારીરિક સમસ્યાઓ જીવનશૈલીના કારણે થતી હોય છે. જીવનશૈલી જ એવી થઈ ગઈ છે કે તેમાં લોકોને કેટલીક સમસ્યા માંગ્યા વિના મળે છે. જેમકે દોડધામના કારણે લોકો પોષણયુક્ત આહારને બદલે કંઈપણ ખાઈ લેતા હોય છે. કામના કારણે સ્ટ્રેસ વધારે રહે છે અને ઊંઘ બરાબર થતી નથી.

આ સ્થિતિમાં સૌથી મોટુ જોખમ હૃદય પર પડે છે. હૃદયની સમસ્યા થતા હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. પહેલા હાર્ટ એટેક મોટી ઉંમરની વ્યક્તિઓને જ આવતો. પરંતુ હવે હાર્ટની સમસ્યા નાની ઉંમરના લોકોને પણ થઈ ગઈ છે. નાની ઉંમરના લોકોને હૃદય સંબંધિત સમસ્યાઓ થાય છે.

આજની આ જીવનશૈલીમાં પણ જો તમારે હાર્ટ એટેકના જોખમથી આજીવન બચવં હોય અને હૃદય રોગની ચિંતાથી મુક્ત થવું હોય તો આજથી જ આ 5 વસ્તુ ખાવાથી દુરી બનાવી લો. આ વસ્તુઓનું સેવન ટાળશો એટલે હાર્ટની સમસ્યાથી મુક્ત થયા સમજો.

1. સૌથી પહેલા તો બટેટા અને કોર્ન ચિપ્સનો ઉપયોગ બંધ કરો. આ વસ્તુઓનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે. આ બંને વસ્તુઓમાં ટ્રાન્સલેટ અને કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે. સાથે જ તેમાં મીઠાનું પ્રમાણ પણ વધારે હોય છે જે હાર્ટ માટે જોખમી છે.

2. આ સિવાય વારંવાર અને વધારે પ્રમાણમાં સોડા પીવાનું પણ ટાળો. વધારે પ્રમાણમાં સોડા પીવાથી હાર્ટ એટેકનું જોખણ વધે છે. કારણ તે તેનાથી શુગર વધે છે અને ધમનીઓ પર સ્ટ્રેસ વધે છે. તેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. ઘણા લોકો ડાયટ સોડા પીને માને છે કે તેનાથી નુકસાન થતું નથી. પરંતુ તેવું નથી.

3. ચાઈનીઝ ફુડ દરેકને ભાવે છે. પરંતુ આ આહાર સ્વાસ્થ્ય માટે જોખમી છે. કારણ કે તેમાં સોડિયમ અને કાર્બોબાઈડ્ર્સ વધારે હોય છે જે શુગર લેવલ વધારી દે છે. સંશોધન અનુસાર એકવાર ચાઈનીઝ વસ્તુ ખાધા પછી ઘણા દિવસો સુધી બ્લડ શુગર લેવલ વધારે રહે છે.

4. તળેલું ચિકન ખાવાથી પણ હાર્ટની સમસ્યા થાય છે. તળેલા ચિકનમાં ચરબી વધી જાય છે. સાથે જ તેનું સેવન કરવાથી પાચન તંત્ર પર પણ ભાર વધે છે કારણ કે તેને પચાવવામાં શરીરને વધારે મહેનત કરવી પડે છે. ચિકનને જ્યારે તળવામાં આવે છે તો તેમાં રહેલા પ્રોટીન અને વિટામીનનો નાશ થાય છે.

5. પીઝાનું નામ આવે અને મોઢામાં પાણી આવી જતું હોય તો આજ પછી આવું નહીં થાય. કારણ કે પિઝા ખાવા હાર્ટ માટે જોખમી છે. તેમાં સોડિયમ ભરપુર હોય છે. તે પણ હાર્ટ માટે જોખમી છે.

Leave a Comment