દોસ્તો સામાન્ય રીતે કેળાનો ઉપયોગ એક ફળ તરીકે કરવામાં આવે છે. જેનું સેવન કરવાથી આપણને ઘણા સ્વાસ્થ્ય લાભ મળી શકે છે પંરતુ જો તમે કેળાને દૂધ સાથે ખાવાની આદત પાડી દો છો તો તેનાથી થતા ફાયદા બમણા થઈ જાય છે.
હા, કેળા અને દૂધના મિશ્રણનું સેવન કરવાથી આપણા શરીરને ઊર્જા મળી રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવી શકાય છે. બનાના શેક શરીરને અંદરથી મજબૂત બનાવે છે. વળી આ શક્તિશાળી મિશ્રણ આપણા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. જો તમે તેનું નિયમિત સેવન કરવા લાગો છો તો શરીરમાં નબળાઈ આવતી નથી.
દુધ અને કેળાનું આ મિશ્રણ માત્ર શરીરને મજબૂત કરવા માટે જ ઉપયોગી નથી, તે ત્વચા, વાળ અને વજન વધારવા માટે પણ ફાયદાકારક છે. ગર્ભાવસ્થા દરમિયાન તેનું સેવન કરવાથી તમને ઘણો ફાયદો થશે.
આજ કારણ છે કે પ્રેગનેટ મહિલાઓને ડૉક્ટર તેને પીવાની સલાહ આપતા હોય છે. કેળામાં વિટામિન-C, B3, B4 અને વિટામિન B6 ભરપૂર માત્રામાં હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
જો તમે તમારા ઘટાતા વજનને લઈને ચિંતિત છો અથવા જો તમારા શરીરમાં કોઈ રોગને કારણે નબળાઇ છે તો તમારે બનાના શેક પીવો જોઈએ. દરરોજ સવારે એક ગ્લાસ અને સાંજે એક ગ્લાસ પીવાથી શરીરમાં મેગ્નેશિયમનું સ્તર વધે છે. જે શરીરમાં નવા કોષો બનાવે છે અને શરીરનું વજન ધીમે ધીમે વધે છે.
કેળામાં મળી આવતા આયર્નની માત્રા દરેક વ્યક્તિ માટે ફાયદાકારક છે. આ સિવાય કેળામાં વિટામિન B-6 હોય છે જે ગર્ભવતી મહિલા માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલાના શરીરમાં ફોલિક એસિડની ઉણપ હોય છે, જેના કારણે બાળકો વિકલાંગતા સાથે જન્મે છે. જોકે કેળામાં સ્થિત ફોલિક એસિડ બાળકો માટે ફાયદાકારક છે. જે બાળકના ચેતા, મગજ અને કરોડરજ્જુના વિકાસમાં મદદ કરે છે.
સામાન્ય રીતે વર્કઆઉટ કર્યા પછી થાક લાગે છે અને શરીરને ઊર્જાની જરૂર હોય છે. આવામાં જો તમે કસરત કર્યાની થોડીવાર પછી દુધ અને કેળાનું મિશ્રણ પીશો તો તમારા શરીરને એનર્જી મળશે સાથે સાથે તમારું શરીર પણ મજબૂત બનશે. કેળાના શેકમાં રહેલા પ્રોટીન, મિનરલ્સ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ શરીરના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
વાળને આંતરિક શક્તિ આપવા માટે કેળા ખૂબ જ ફાયદાકારક છે. તમે તેનો ઉપયોગ હેર માસ્કમાં પણ કરી શકો છો. તેમાં પોટેશિયમ, વિટામીન B6 અને પ્રોટીન તેમજ અન્ય ઘણા પોષક તત્વો હોય છે, જે વાળને યોગ્ય પોષણ આપે છે.
કેળાના શેકમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે જે ત્વચામાં ભેજ જાળવી રાખે છે. વળી કેળાનો શેક નિયમિત પીવાથી ત્વચા કોમળ અને આકર્ષક બને છે. આ સાથે તેનું સેવન કરવાથી આપણા ચહેરા પર કરચલીઓ પણ પડતી નથી.