આજના સમયમાં અનિયમિત જીવનશૈલીને કારણે નાની ઉંમરમાં પણ લોકોને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ જાય છે. જીવનશૈલીના કારણે થતી સમસ્યાઓમાંથી ઘૂંટણનો દુખાવો પણ એક છે.
જ્યારે લોકો પોષણયુક્ત આહાર લેતા ત્યારે 60 વર્ષની ઉંમરે પણ અમુક જ લોકોને ગોઠણ નો દુખાવો થતો. પરંતુ આજના સમયમાં નિયમિત આહાર શૈલી અને બેઠાડું જીવનના કારણે નાની ઉંમરમાં પણ લોકોને ઘુંટણના દુખાવાની ફરિયાદ રહે છે.
નાની ઉંમરમાં જ્યારે આ પ્રકારની બીમારી થઈ જાય છે ત્યારે લોકો દુખાવો દુર કરવાની દવાઓ લેવાનું શરૂ કરે છે પરંતુ આ પ્રકારની દવાઓ લાંબા સમય સુધી લેવાથી શરીરને નુકસાન થાય છે.
ત્યારે આજે તમને ગોઠણના દુખાવાને દવા વિના દૂર કરે દેશી ઉપચાર વિશે જણાવીએ. ગોઠણના ગમે તેટલા વર્ષો જૂના દુખાવા હોય તેને મટાડવા માટે અખરોટનું સેવન કરવું જોઈએ.
અખરોટ ખાવાથી ગોઠણ ના દુખાવામાં રાહત મળે છે. નિયમિત તેનું સેવન કરવાથી દુખાવાની સમસ્યાથી મુક્તિ મળી જાય છે. અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે જે દુખાવાથી રાહત આપે છે.
ઘુટણ ના દુખાવા ને દુર કરવા માટે રોજ સવારે ખાલી પેટ અખરોટનું સેવન કરવાનું હોય છે. તેના માટે રાત્રે અખરોટને પાણીમાં પલાળી દેવા અને સવારે તેને બરાબર ચાવીને ખાઈ લેવા. રોજ સવારે ખાલી પેટ 2 અખરોટનું સેવન કરવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે.
અખરોટ ખાવાથી માત્ર ગોઠણના દુખાવામાં જ નહીં પણ અન્ય શારીરિક સમસ્યામાં પણ રાહત મળે છે. અખરોટ એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે જે શરીરના આવેલા સોજાને પણ દૂર કરે છે. રોજ અખરોટ ખાવાથી આર્થરાઇટિસ થવાનું જોખમ પણ ઘટે છે.
ઘૂંટણમાં દુખાવો થવાનું મુખ્ય કારણ હોય છે શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ. જ્યારે તમે અખરોટનું સેવન શરૂ કરો છો તો શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે છે અને ગોઠણના દુખાવાથી રાહત મળે છે. આ સાથે નિયમિત રીતે એક્સરસાઇઝ કરવી પણ જરૂરી છે.