તમારું વજન ઓછું કરી પાતળું જ રહેવું હોય તો કરી લો આ કામ

વજન જ્યારે વધવા લાગે તો કોઈપણ વ્યક્તિ પરેશાન થઈ જાય છે. વજન વધવાનું ચોક્કસ કારણ હોય તો વાત સમજમાં પણ આવે પરંતુ જ્યારે કારણ વિના વજન વધે ત્યારે ચિંતા વધી જાય છે. ખાસ કરીને 40 વર્ષની ઉંમરે વજન વધવા લાગે છે. આ ઉંમરે જ્યારે વજન વધી જાય છે તો તેના પર કંટ્રોલ કરવું મુશ્કેલ બની જાય છે.

વધતી ઉંમરની સાથે જે વજન વધતું હોય તેને કંટ્રોલમાં કરવા માટે નીચે દર્શાવેલા ઉપાયો તમે કરી શકો છો.

1. મેટાબોલીઝમ બુસ્ટ કરો – વજન કંટ્રોલમાં રહે તે માટે ગ્રીન ટી સૌથી વધારે લાભકારક છે. એક સંશોધન અનુસાર દિવસમાં ચાર કપ ગ્રીન ટી પીવાથી શરીર નું વજન વધતું અટકે છે. તેનું સેવન કરવાથી શરીરની વધારાની કેલરી બળે જ છે અને મેટાબોલિઝમ બુસ્ટ થાય છે.

પૂરતા પ્રમાણમાં પાણી પીવું – દિવસ દરમિયાન ખોરાક જરૂરી છે તેમ પાણી પીવું પણ ખૂબ જ જરૂરી છે. વધતુ વજન કંટ્રોલમાં રહે તે માટે જરૂરી છે કે તમે દિવસ દરમ્યાન પૂરતા પ્રમાણમાં પાણી પીવો.

જ્યારે તમે પુરતા પ્રમાણમાં પાણી પીવો છો તો કેલેરી ઝડપથી બર્ન કરવામાં શરીરને મદદ મળે છે. સાથે જ શરીરમાં ગયેલા ટોક્સિન તત્વો શરીરમાંથી બહાર નીકળી જાય છે. જેના કારણે વજન વધતું અટકે છે.

રૂટિન સેટ કરો – જો વજન વધતું અટકાવવું હોય તો સૌથી પહેલાં પૂરતા પ્રમાણમાં ઊંઘ કરો અને જમવાનો તેમજ સૂવાનો સમય નક્કી કરો. દિવસ દરમિયાન નિયમિત રીતે અને સમયસર જમવાનું રાખો.

સાથે જ 7 થી 8 કલાકની ઊંઘ કરો. આ સિવાય સવારનો નાસ્તો કરવા નું સુનિશ્ચિત કરો. સવારના નાસ્તાથી લઈને રાતની ઊંઘ સુધીનું એક રૂટીન નક્કી કરો અને તેનું ચુસ્તપણે પાલન કરો.

એક્ટિવ રહો – વજન વધતું અટકાવવું હોય તો શરીરને એક્ટિવ રાખવું જરૂરી છે. જ્યારે તમારી જીવનશૈલી બેઠાડું હોય ત્યારે વજન વધી શકે છે. નિયમિત રીતે એક્સરસાઇઝ કરવી જરૂરી છે. જો એક્સરસાઇઝ માટે સમય ન હોય તો દિનચર્યામાં રોજ ચાલવાનું રાખવું. અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ કસરત માટે સમય કાઢો.

ડોક્ટરનો સંપર્ક – વધતી ઉંમરની સાથે જ સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. વધતુ વજન પણ એક પ્રકારની સમસ્યા જ છે. જોકે વજનમાં વધારો થાઈરોડ અને અન્ય કેટલીક શારીરિક સમસ્યાઓ ના કારણે પણ થાય છે. તેથી જ્યારે 40 વર્ષની ઉંમરે વજનમાં વધારો થવા લાગે તો ડૉક્ટરનો સંપર્ક અચૂક કરવો.

Leave a Comment