આંખમાં આ ફેરફાર દેખાય તો આ ભયાનક બિમારી હોઇ શકે છે, હાલ જ જાણી લેજો

જ્યારે પણ શરીરમાં કોઈ ફેરફાર કે સમસ્યા થાય તો તુરંત તેના સંકેત મળવા લાગે છે. બીમારી સામાન્ય હોય કે ગંભીર તેના લક્ષણ શરીર પર કોઈને કોઈ રીતે જોવા મળે જ છે. આજે તમને આંખમાં દેખાતા કેટલીક બીમારીના સંકેત વિશે જણાવીએ.

એવી કેટલીક જીવલેણ બીમારીઓ છે જે થાય ત્યારે તેના પહેલા શરુઆતી લક્ષણો આંખમાં દેખાય છે. જેમકે ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ વગેરે સમસ્યાના સંકેત આંખમાં થતા આ ફેરફાર હોય છે. આ લક્ષણોને ઓળખી અને સમયસર તેને અટકાવવા પગલાં ભરવામાં આવે તો જીવ બચી જાય છે.

ડાયાબીટીસ – જ્યારે ડાયાબીટીસ થાય છે ત્યારે આંખમાં ફેરફાર થાય છે. જ્યારે સુગર લેવલ વધી જાય છે ત્યારે આંખમાં સમસ્યા થાય છે. તેના કારણે આંખની નસ દબાય છે અને આંખના પાછળના ભાગમાં લોહીના ધબ્બા દેખાવા લાગે છે. જ્યારે આવું થાય તો સમજી લેવું કે તમારું બ્લડ શુગર ખતરનાક સ્તરે પહોંચી ગયું છે.

કેન્સર – બ્રેસ્ટ કેન્સરના લક્ષણ પણ આંખમાં દેખાય છે. જ્યારે શરીરમાં કેન્સરની કોશિકા બને છે ત્યારે આંખે ધુંધળુ દેખાય છે. આ સિવાય આંખમાં દુખાવો, ફ્લેશ જેવી સમસ્યા પણ આંખમાં થવા લાગે છે. આવું થતું હોય તો સમય બગાડ્યા વિના ડોક્ટરનો સંપર્ક કરી લેવો.

હાઈ કોલેસ્ટ્રોલ – જ્યારે શરીરમાં વધેલું કોલેસ્ટ્રોલ આંખમાં જમા થવા લાગે છે ત્યારે તેના સંકેત પણ મળે છે. જ્યારે કોલેસ્ટ્રોલ ડેન્જર લેવલમાં હોય છે ત્યારે આંખની આસપાસ સફેદ અથવા નીલા રંગની રીંગ બનવા લાગે છે. આવું દેખાય ત્યારે કોલેસ્ટ્રોલ ચેક કરાવી લેવું જોઈએ.

રેટીના – જ્યારે આંખનો રેટીના ખરાબ થવાની શરુઆત થાય છે ત્યારે આંખની આસપાસ નાના નાના ધબ્બા દેખાય છે. તેને આઈ ફ્લોટર્સ કહેવાય છે. જો આ સમયે જરૂરી સારવાર લેવામાં ન આવે તો આંખને ગંભીર નુકસાન થઈ શકે છે.

ઈન્ફેકશન – શરીરમાં કોઈપણ ભાગમાં ઈન્ફેકશન વધી ગયું હોય તો કોર્નિયા પર સફેદ ડાઘ દેખાય છે. આ લક્ષણ મોટા ભાગે એ લોકોમાં જોવા મળે છે જેઓ ચશ્માને બદલે લેન્સ વધારે પહેરતા હોય. લેન્સમાં બેક્ટેરિયા સરળતાથી લાગી જાય છે અને ફેલાય છે.

કમળો – જ્યારે કમળો થાય છે ત્યારે પણ આંખમાં તેના લક્ષણ જોવા મળે છે. કમળામાં આંખનો જે સફેદ ભાગ હોય છે તે પીળો થવા લાગે છે. ત્યારબાદ શરીરની ત્વચા અને યુરીન પણ પીળા રંગનો થવા લાગે છે.

Leave a Comment