થોડા દિવસમાં પેટ અને કમરની ચરબી દૂર કરવી હોય તો જાણી લો ઉપાય

સુડોળ શરીર અને પાતળી કમર દરેક પુરુષ અને મહિલાનું સપનું હોય છે. પુરુષોના શરીર પર ફાંદ અને મહિલાઓની વધેલી કમર તેમના માટે ચિંતાનું કારણ હોય છે. આ બંને વસ્તુને ઘટાડવા માટે તેઓ ઘણી મહેનત કરે છે.

પરંતુ મોટાભાગના લોકો નિરાશ થાય છે કારણ તે તેમને ફીટ રહેવાની અને ચરબી ઘટાડવા માટેની સાચી ટીપ્સ વિશે જાણકારી હોતી નથી. આજે તમને જણાવીએ એવી ટીપ્સ જેને ફોલો કરવાથી તમને વજન ઝડપથી ઉતારી શકો છો.

કેલેરી બાબતે સજાગ રહો – વિજ્ઞાન અનુસાર શરીરના કોઈપણ એક ભાગમાંથી ચરબી ઉતારવી શક્ય નથી. કમર કે પેટની ચરબી ઉતારવી હોય તો શરીરમાંથી ચરબી ઉતારવી પડે છે. અને તેના માટે કેલેરી કેટલી લેવાની છે તેના માટે સજાગ રહેવું જરૂરી છે.

જો તમારે કમરની ચરબી ઉતારવી છે તો રોજની જરૂરીયાતની કેલેરીમાંથી 300 કેલેરી ઓછી કરો. એટલે કે દૈનિક જરૂરીયાત 2000 કેલેરીની છે તો રોજ 1700 કેલેરી જ ખાવી.

શારીરિક શ્રમ કરો – જ્યારે શરીર એક્ટિવ નથી હોતું ત્યારે જ્યાં ત્યાં ચરબી જામવા લાગે છે. તેથી ચરબી ઓગાળવા માટે જરૂરી છે કે તે શરીરને એક્ટિવ રાખો. જો તમારી કમર અને પેટ પર ચરબી જામી છે તો મતલબ કે તમારી દિનચર્યા બેઠાડું છે. તેથી દિવસમાં એવા કામ કરવાનું રાખો જેમાં શારીરિક શ્રમ વધારે હોય.

દિવસમાં 3 નહીં 6 વખત જમો – આ વાત સાંભળવામાં અટપટી લાગશે પરંત વજન ઘટાડવા માટે ખૂબ મહત્વનો ભાગ આ રીત ભજવે છે. મોટાભાગના લોકો જમવા બેસે ત્યારે ભરપેટ જમી લેતા હોય છે. આમ કરવાથી વજન વધે છે.

તેવામાં દિવસ દરમિયાન તમારે થોડું થોડું દર કલાકે ખાવું જોઈએ. આમ કરવાથી ચરબી વધતી નથી. જો તમે દિવસમાં 3 વખત ભરપેટ આહાર કરો છો તો તેને 6 ભાગમાં વિભાજીત કરો.

હેલ્ધી લાઈફસ્ટાઈલ – લાઈફસ્ટાઈલને હેલ્ધી બનાવવી પણ જરૂરી છે. તેના માટે ડેઈલી રુટીનમાં ગ્રીન ટી, સલાડ, ફ્રુટનો ઉપયોગ વધારવો. તેનાથી શરીરને પોષક તત્વો મળે છે.

જંકફુડ – જંકફુડ અને ફાસ્ટ ફુડ પણ શરીરને વધારાની કેલેરી આપે છે. તેથી જો તમારે વજન ઉતારવું છે તે જંકફુડનું સેવન તુરંત જ બંધ કરો. તેનાથી શરીરમાં જામતું ફેટ ઘટી જાય છે.

પુરતી ઊંઘ – સૌથી જરૂરી વસ્તુ આ છે. ઉપરોક્ત દરેક ટીપ્સ ફોલો કરવી નકામી સાબિત થશે જો રાત્રે પુરતી ઊંઘ નહીં થાય. ઊંઘ કરવાથી સ્ટ્રેસ હોર્મોન ઘટે છે. જે વજન ઘટાડવા માટે જરૂરી છે. તેથી રોજ 7થી 8 કલાકની ઊંઘ જરૂરી છે.

Leave a Comment