ઉનાળામાં ઘણા શહેરોમાં તાપમાનનો પારો 50 ડીગ્રીને પાર પહોંચી જાય છે. તેવામાં ઉનાળા દરમિયાન સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી પડે છે. જો થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો તેનું પરિણામ ગંભીર આવી શકે છે. જો ઉનાળામાં તમારે સ્વસ્થ રહેવું હોય અને સાથે જ વર્ષ ભર શરીરને નિરોગી રાખવું હોય તો આ સીઝન દરમિયાન મળતા કેટલાક ફળ અને શાક ચોક્કસથી ખાવા.
ઉનાળા દરમિયાન સન સ્ટ્રોક, લુ લાગવા જેવી સમસ્યાથી બચવા માટે આ ફળનું સેવન કરવું જોઈએ. આ ફળનું સેવન નિયમિત કરશો તો ઉનાળામાં ગરમી ગમે તેટલી વધારે હશે પરંતુ તમારા શરીરને ઠંડક મળશે અને તમે નિરોગી રહેશો.
ઉનાળા દરમિયાન જો એવી વસ્તુઓ ખાવામાં આવે જેની તાસીર ગરમ હોય તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તેથી જરૂરી છે કે જે વસ્તુની તાસીર ઠંડી હોય તેનું સેવન કરવામાં આવે.
દુધી – દૂધી મોટાભાગના લોકો ખાવાનું ટાળે છે. પરંતુ આ ભુલ ઉનાળામાં ન કરવી. દૂધ ખાવાથી શરીરને પુરતા પોષકતત્વો મળી રહે છે. દૂધીની તાસીર ઠંડી હોય છે અને તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે તેથી તેનું સેવન ઉનાળામાં કરવું જ જોઈએ.
ડુંગળી – ઉનાળામાં ડુંગળી ખાવી પણ જરૂરી છે. ડુંગળી ખાવાથી લૂ લાગવાથી બચી જવાય છે. ડુંગળીનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે. ડુંગળીનો ઉપયોગ શાકમાં અને સલાડમાં કરી શકાય છે. શાકમાં ડુંગળી કરતાં સલાડમાં ખવાતી કાચી ડુંગળી વધુ લાભ કરે છે.
કાકડી – કાકડી પણ ગરમીના દિવસોમાં ખાવી જોઈએ. કાકડી ઉનાળામાં ખાવાથી સન સ્ટ્રોકથી બચી જવાય છે. કાકડી ફાયબરથી ભરપુર હોય છે. તેને ખાવાથી શરીરને ઠંડક મળે છે અને સાથે જ શરીરમાં તાજગી રહે છે. કાકડીને સલાડ તરીકે અથવા તો રાઈતું બનાવીને પણ ખાઈ શકાય છે.
દહીં – દહીંનું સેવન કરવાથી ઉનાળામાં લાભ થાય છે. દહીં શરીરને બીમારીઓથી બચાવે છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીથી બચી શકાય છે. દહીં ખાવાથી શરીર ઠંડુ રહે છે. તેનાથી પેટ સંબંધિત સમસ્યા પણ થતી નથી. ઉનાળામાં ભોજન સાથે દહીં લેવું જોઈએ. તમે લસ્સી કે છાશ તરીકે પણ દહીંનું સેવન કરી શકો છો.
ફુદીનો – ફુદીનાની તાસીર પણ ઠંડી હોય છે. તે પણ શરીરને ઠંડક આપે છે. ગરમીના દિવસોમાં ફુદીનાની ચટણી, ફુદીનાનું શરબત પીવાથી શરીર ઠંડુ રહે છે અને ગરમીના કારણે થતી સમસ્યાથી બચી શકાય છે. ફુદીનામાં એવા તત્વો હોય છે જે સન સ્ટ્રોકથી બચાવે છે.