દૂધ, જાયફળ અને સાકર આ ત્રણેય વસ્તુનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં થાય છે. દરેક વસ્તુ અલગ અલગ રીતે વપરાતી હશે. પરંતુ આજે તમને આ ત્રણેય વસ્તુના મિશ્રણથી થતા લાભ વિશે જણાવીએ. આ મિશ્રણથી શરીરની એક, બે નહીં 6 બીમારીઓ છૂમંતર થઈ જાય છે.
જાયફળ અનેક ગુણથી ભરપુર છે. તેનું સેવન કરવાથી શરીરની ઘણી બીમારીઓ દુર થાય છે. આ સાથે જ સાકર પણ ગુણોનો ખજાનો છે. તેમાં જો તમે સાકર અને જાયફળને દૂધ સાથે લેશો તો વાત જ શું કરવી. આ ત્રણેય વસ્તુનું મિશ્રણ શરીર માટે અકસીર ઔષધી બની જાય છે.
આજના સમયમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય છે. જેનું મુખ્ય કારણ પોષકતત્વોનો અભાવ હોય છે. આજે તમને આવી જ સ્વાસ્થ્ય સમસ્યાને દુર કરતા દૂધના મિશ્રણ વિશે જણાવીએ.
તમે કદાચ જાણતા નહીં હોય તો જણાવી દઈએ કે રોજ દૂધમાં સાકર અને જાયફળ પાવડર ઉમેરીને લેવાથી શરીરની કેટલીક સમસ્યા કાયમ માટે દુર થઈ જાય છે. તો ચાલો જાણીએ કે કઈ સમસ્યાને દવા વિના આ ત્રણ વસ્તુના મિશ્રણથી દુર કરી શકાય છે.
જો તમને પેશાબ સંબંધિત કોઈ સમસ્યા થઈ છે તો આ દૂધ તમારા માટે રામબાણ છે. યુરીન ઈન્ફેકશન, બળતરા, ખંજવાળ જેવી સમસ્યાને દુર કરવા માટે દૂધમાં સાકર અને જાયફળને ઉકાળી તેનું સેવન કરવું. તેનાથી યુટીઆઈની સમસ્યાથી મુક્તિ મળે છે.
ત્વચા પર થયેલી કોઈપણ સમસ્યાથી પણ આ મિશ્રણથી મુક્તિ મેળવી શકાય છે. તેના માટે ત્વચાના ડાઘ આ દૂધ પીવાથી દુર થાય છે. આ સાથે તમે જાયફળના પાવડરને દૂધમાં મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી તેને ત્વચા પર લગાવી પણ શકો છો. તેનાથી ત્વચાના ડાઘ દુર થાય છે અને ડેડ સ્કીન પણ નીકળી જાય છે.
હાડકા અને સાંધાના દુખાવાની સમસ્યામાં પણ આ દૂધ લાભકારી છે. દૂધમાં સાકર ઉમેરી દૂધને ઉકાળી તેમાં જાયફળ પાવડર ઉમેરી તેનું સેવન કરવાથી હાડકાના દુખાવા મટે છે. આ દૂધ આર્થરાઈટીસના દુખાવાથી પણ મુક્તિ અપાવે છે.
જો કોઈ વ્યક્તિને અનિંદ્રા હોય અને રાત્રે ઊંઘ આવતી ન હોય તો દૂધમાં જાયફળ અને સાકર ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ. આ દૂધ પીવાથી રાત્રે ઊંઘ ઝડપથી અને ગાઢ આવે છે.
જાયફળવાળું દૂધ નિયમિત પીવાથી મોમાંથી આવતી દુર્ગંધ મટે છે. આ દૂધ પીવાથી શરદી, ઉધરસ અને કફ પણ દૂર થાય છે કારણ તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.