કસરત વગર ઘરે બેઠા પાતળું થવું હોય તો કરી લો ફકત આ કામ

શરીરમાં જ્યારે ચરબી જામી જાય છે તો તેને ઘટાડવા માટે લોકો મહેનત તો ખૂબ કરે છે. પરંતુ પરિણામ મોટાભાગના લોકોને મળતું નથી અથવા તો પરિણામ મળવામાં સમય લાગે છે. લોકો પોતાની લાઈફસ્ટાઈલ બદલે છે, ડાયટ ફોલો કરે છે, જીમમાં જાય છે પરંતુ ચરબી છે કે ઘટવાનું નામ લેતી નથી.

તેવામાં જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમના માટે આજે ખાસ જાણકારી શેર કરીએ. તમે વજન ઓછું કરવા માટે કોઈપણ પ્રકારની ડાયટ ફોલો કર્યા વિના અને જીમમાં ગયા વિના માત્ર એક ફળ ખાઈને પણ પરિણામ મેળવી શકો છો.

એક સંશોધન અનુસાર બ્લેક કરંટ એવું ફળ છે જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આ કામ કોઈપણ પ્રકારની મહેનત કર્યા વિના જ થઈ શકે છે. તમારે ખાલી બે જ કામ કરવાના છે. એક તો બ્લેક કરંટ ખાવાના છે અને બીજું અઠવાડીયાના 5 દિવસ 30 મિનિટ વોક કરવાની છે.

આ સંશોધનમાં પણ જે લોકો પર પ્રયોગ કરવામાં આવ્યો તેમણે બ્લેક કરંટ ખાવાની સાથે 30 મિનિટ વોક કરી હતી. આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ મહિલાઓને જાંબુનો અર્ક સાત દિવસ આપ્યો અને 30 મિનિટ વોક કરાવી. સંશોધનના અંતે મહિલાઓમાં વજનમાં ઘટાડો જોવા મળ્યો.

વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર આ સપ્લીમેન્ટ ફેટ બર્ન કરવામાં 25 ટકા મદદ કરે છે. જે મહિલાઓએ આ પ્રયોગમાં ભાગ લીધો તેમના શરીરમાંથી 66 ટકા ફેટ બર્ન સંશોધનના અંતે થયું હતું.

જો કે સંશોધનમાં એમ પણ જાણવા મળ્યું કે ફેટ બર્નની પ્રોસેસ પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં વધુ સારી રીતે જોવા મળે. મહિલાઓમાં ફેટ બર્ન થવાનો રેટ ડબલથી પણ વધારે હતો.

બ્લેક કરંટ સુકી અને બી વિનાની કાળી દ્રાક્ષમાંથી બને છે. તેનો સ્વાદ મીઠો અને તીખો હોય છે. કિશમિશ, સુલ્તાના અને બ્લેક કરંટમાં સમાન માત્રાના પોષકતત્વો હોય છે.

બ્લેક કરંટ શરીરને લાભ પણ કરે છે. બ્લેક કરંટ ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેનાથી ત્વચા અને આંખનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. તેને અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકાય છે.

બ્લેક કરંટના ઉપયોગથી વજનને ઝડપથી ઉતારી શકાય છે આ વાત સંશોધનમાં સાબિત થઈ છે. તે વેઈટ મેનેજમેન્ટ માટે સારું સપ્લીમેન્ટ સાબિત થઈ છે. બ્લેક કરંટ ખાઈ અને 30 મિનિટ વોક કરીને તમે વોક કરીને વજન ઝડપથી ઉતારી શકો છો.

Leave a Comment