કેલ્શિયમથી ભરપૂર આ ફળ ખાશો તો હાડકાં લોખંડ જેવા મજબૂત બની જશે

લોકો પોતાના દૈનિક આહારમાં જરૂરી પોષકતત્વો પ્રત્યે ધ્યાન આપતા નથી તેના કારણે તેમના શરીરમાં ઘણા જરૂરી તત્વોની ઊણપ સર્જાય છે. આ ખામીના કારણે જ શરીરમાં મોટાભાગના રોગ અને તકલીફો જન્મે છે.

આવી જ એક સમસ્યા છે જે પોષણયુક્ત આહારના અભાવના કારણે શરીરમાં થાય છે. આ સમસ્યા છે હાડકા નબળા પડવાની. આજના સમયમાં નાની ઉંમરના અને યુવાન લોકોને પણ સાંધાના, કમરના, હાડકાના દુખાવા રહે છે.

વર્ષો પહેલા જ્યારે લોકો સાદો અને પૌષ્ટિક આહાર લેતા ત્યારે લોકોને આ સમસ્યાઓ થતી નહીં. પરંતુ હવે જે રીતે જંક ફુડનું પ્રમાણ વધી રહ્યું છે અને પોષ્ટિક આહારનું પ્રમાણ ઘટી રહ્યું છે તેના કારણે આ સમસ્યાઓ પણ નાની ઉંમરથી થવા લાગે છે.

ખોરાકમાં જ્યારે કેલ્શિયમ અને વિટામીન ડીની ઊણપ રહે છે ત્યારે હાડકા નબળા પડવા લાગે છે. સાથે જ સાંધાના દુખાવા પણ થાય છે. ત્યારે આજે તમને કોઈ દવા નહીં પરંતુ એક સ્વાદિષ્ટ ઉપાય જણાવીએ. હાડકાને નબળામાંથી મજબૂત બનાવવા હોય તો તેના માટે કેલ્શિયમ અને વિટામીન ડી પુરું પાડતા આ ફ્રુટ ખાવાનું રાખો.

પપૈયા – પપૈયા હાડકાને મજબૂત બનાવે છે. પપૈયા વિટામીન એ, સી અને ફાયબરનો સ્ત્રોત છે. તેમાં પપૈન નામનું એંગઝામ કાર્બ્સ, ફેટ અને પ્રોટીન હોય છે. જે પેટમાં સારું છે. તેનાથી પાચન સુધરે છે.

સફરજન – રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર પાસે જવું પડતું નથી. આ એક પ્રખ્યાત વાક્ય છે. આ વાત સાચી પણ છે. સફરજન ખાવાથી શરીરને કેલ્શિયમ અને વિટામીન ડી મળે છે. તેનાથી હાડકાંને મજબૂત કરતાં નવા ટીશ્યુ બનાવવામાં મદદ મળે છે.

સ્ટ્રોબેરી – રસદાર આ ફળ એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. તેનાથી ફ્રી રેડિકલ્સ ડેમેજના પ્રભાવને ઘટાડી શકાય છે. તેનાથી હાડકાં સ્વસ્થ રહે છે.

અનાનસ – અનાનસ પોટેશિયમથી ભરપુર હોય છે. એસિડને દુર કરવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં કેલ્શિયમની ઊણપને દુર કરી શકાય છે. તેનાથી શરીરને કેલ્શિયમ અને વિટામીન એ પણ મળે છે.

સંતરા – સંતરાનું સેવન કરવાથી શરીરને કેલ્શિયમ, વિટામીન ડી બંને મળે છે. તેનાથી હાડકાને મજબૂતી મળી છે. રોજ એક સંતરુ ખાવું અથવા તો એક ગ્લાસ સંતરાનો રસ પીવાથી ઈમ્યુનીટી પણ વધે છે.

કેળા – કેળા કેલ્શિમય, મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તેનાથી હાડકાંને પોષકતત્વો મળે છે. રોજ એક કેળું ખાવાથી નબળા હાડકાને શક્તિ મળે છે.

કિવી – કિવીમાં સૌથી વધારે કેલ્શિયમ હોય છે. તેનું સેવન કરવાથી હાડકાંને મજબૂતી મળે છે. તેનાથી દાંતની સંચરનાને વિકસીત થવામાં પણ મદદ મળે છે. તેનું સેવન કરવાથી ઓસ્ટીયોપોરોસિસ થતું અટકે છે.

Leave a Comment