રોકેટની સ્પીડથી વજન ઉતારવું હોય તો જાણી લો ઉપાય

આજના સમયમાં સ્થૂળતા ઘરે ઘરની સમસ્યા છે. સ્થૂળતાના કારણે લોકો ગંભીર બીમારીઓનો પણ ભોગ બને છે. સૌથી મોટી સમસ્યા તો એ છે કે વજન જેટલું ઝડપથી વધે છે એટલું ઝડપથી ઘટતું નથી.

વજન વધી જાય પછી લોકો અનેક પ્રયત્નો કરે છે વજન ઘટાડવા માટેના પરંતુ વજન હોય છે જે ઘટવાનું નામ નથી લેતું. પરંતુ આવું તેમની સાથે થાય છે જેમને વજન કેવી રીતે ફટાફટ ઘટાડવું તેના વિશેં ખબર હોતી નથી.

આજે તમને જણાવીએ એક એવો રસ્તો કે જે વજન ફટાફટ ઉતારવામાં મદદ કરશે. જી હાં વજન જેટલી ઝડપથી વધે છે એટલી જ ઝડપથી ઘટે પણ છે. તેના માટે યોગ્ય વસ્તુનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે.

વજન ફટાફટ ઘટાડવું હોય તો તેના માટે મરી તમને મદદ કરી શકે છે. મરીનો પાવડર તમારું વજન ઝડપથી ઉતારી શકે છે. મરી ઔષધીય ગુણોથી ભરપુર હોય છે અને તે ઘણા રોગની સારવાર માટે ઉપયોગી છે.

મરીના દાણા વજન પણ ઉતારી શકે છે. મરી કફ, શરદી, ઉધરસને તુરંત મટાડે છે. મરીમાં એક્ટિવ પેપેરીન હોય છે જે મેટાબોલીઝમ વધારે છે અને સાથે જ ફેટ સેલ્સને પણ ઓછા કરે છે.

તેનો ઉપયોગ કરવાથી વજન ઉતરશે અને તમે ફીટ પણ રહી શકો છો. તેના માટે મરી પાવડરનો ઉપયોગ દૈનિક આહારમાં કરવો જરુરી છે. આ સાથે જ દિવસની શરુઆત મરીથી બનેલી ચાથી કરવાની છે.

આ ચા બનાવવા માટે એક કપ પાણીમાં ગ્રીન ટી બેગ, મરી, આદુ, તજ જરૂર અનુસાર ઉમેરી ઉકાળી લો. હવે તેમાં મધ અને લીંબુ સ્વાદ અનુસાર ઉમેરી અને આ ચા પીવાનું રાખો. આ ચા નાસ્તો કર્યાની 30 મિનિટ પહેલા પી લેવી.

આ સિવાય દિવસ દરમિયાન તમે મરી પાવડરને કોઈપણ શાક, દાળ કે સૂપ સાથે પણ લઈ શકો છો. માફર આવે એટલી માત્રામાં મરીનો પાવડર ઉપયોગમાં લેવો.

તમે મરી પાવડરની જેમ મરીના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. બજારમાંથી તમને આ તેલ સરળતાથી મળી જશે. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક તેલનું ટીપું ઉમેરી દેવું. આ પાણી પણ નાસ્તો કરતાં પહેલા પી લેવું. તેનાથી ત્વચાની સમસ્યાથી મુક્તિ મળે છે.

મરી પાવડર કે તેલનો ઉપયોગ ન કરવો હોય તો તમે મરીના આખા દાણાનું પણ સેવન કરી શકો છો. તેના માટે રોજ સવારે 3, 4 મરીના દાણા પાણી સાથે ગળી જવા. મરીના લાભ મેળવવા માટે આ દરેક વસ્તુનો ઉપયોગ સવારના સમયે કરવાનો છે. જેથી તેની અસર સૌથી વધુ અનુભવી શકાય.

Leave a Comment