કોરોના હવે નાબૂદ થયો છે તેવું બધા માનવા લાગ્યા હતા અને માસ્ક અને સામાજિક અંતરની ચિંતા કર્યા વિના લોકો બિંદાસ્ત ફરતા જોવા મળવા લાગ્યા હતા. પરંતુ કોરોનાએ ફરી યાદ કરાવવાનું શરુ કર્યું છે કે તે હજી ગયો નથી. દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. તેવામાં સ્થિતિ વણસે તે પહેલા સાવધાન થઈ જવાની જરૂર છે.
કોરોનાથી બચવું હોય તો વેક્સિન સિવાય જરૂરી છે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ. જો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તો કોરોનાથી બચી શકાય છે. કોરોના કાળમાં માત્ર કોરોનાથી જ નહીં પરંતુ અન્ય સંક્રમણથી પણ બચવું જરૂરી છે.
કારણ કે જો આ સમયે અન્ય કોઈ બીમારી પણ થાય તો કોરોના થવાનું જોખમ વધી જાય છે. તેવામાં જરૂરી છે કે તમે અત્યારથી જ તમારી ઈમ્યુનીટી મજબૂત કરે તેવી વસ્તુઓનું સેવન શરુ કરી દો.
આજે તમને નિષ્ણાંતોએ જણાવેલી કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી તમે કોરોના સહિતની દરેક બીમારીના સંક્રમણથી બચી શકો છો. તો ચાલો જાણો કે કઈ કઈ વસ્તુનું સેવન આ સીઝન દરમિયાન કરવું જરૂરી છે.
કેરી – કેરી ઉનાળામાં મળતું સ્વાદિષ્ટ ફળ છે. આ ઋતુ દરમિયાન કેરીનું સીઝન કરવું. તેનાથી શરીરની ગરમી ઓછી થાય છે. તે એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી સ્ટ્રેસ ઓછું થાય છે અને શરીરને રોગ સામે લડવાની શક્તિ પણ મળે છે.
તુલસીના બી – તુલસી દરેકના ઘરમાં હોય જ છે. ઉનાળા દરમિયાન જરૂરી છે તુલસીના બીનું સેવન કરવું. તેનાથી ઈમ્યુન સિસ્ટમ સક્રીય રહે છે અને સાથે જ હાડકાં, સ્નાયૂની નબળાઈ દુર થાય છે. તેથી શરીરમાં રક્તકણોનું નિર્માણ પણ થાય છે.
સાકરટેટી – સાકરટેટીનું સેવન કરવું પણ જરૂરી છે. તેમાં ફાયબર, વિટામીન સી અને બી6 હોય છે. તેનું સેવન કરવાથી શરીરનું રક્ષણ ઈન્ફેકશન સામે થાય છે. આ સિવાય ઈમ્યુનિટી વધારવા માટે પપૈયા, કેરી, સંતરા, લીંબુ, તરબૂચનું સેવન પણ વધારે કરવું જરૂરી છે.
પ્રોટીન – પ્રોટીન સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. પ્રોટીન સ્નાયૂને મજબૂત કરે છે અને શરીરમાં એન્ટી બોડીઝ બનાવે છે.
પ્રોબાયોટિક્સ – ઉનાળામાં દહીં અને છાળનું સેવન પણ વધારે કરવું જોઈએ. આ વસ્તુઓ પ્રોબાયોટિક્સ છે જે શરીર માટે લાભકારી છે. તેનાથી આંતરડા અને ઈમ્યુન સિસ્ટમને સપોર્ટ મળે છે.
પાણી – ઉનાળામાં પાણી પુરતા પ્રમાણમાં પીવાનું રાખવું. તેનાથી શરીર ડિહાઈડ્રેશનથી બચી જશે. સાથે જ ઈન્ફેકશન થવાનું જોખમ પણ ટળે છે. નિયમિત રીતે 3 લીટર પાણી તો પીવું જ જોઈએ.