ગર્ભાવસ્થા દરમિયાન મહિલાએ તેના ખોરાકનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે તે જે પણ ખોરાક લે છે તેનાથી બાળકને પણ પોષણ મળવાનું હોય છે. આ સિવાય ગર્ભાવસ્થામાં 9 મહિના દરમિયાન મહિલાઓના શરીરમાં સતત ફેરફાર થાય છે અને તેના કારણે તેના શરીરમાં કેટલીક સમસ્યા પણ જોવા મળે છે.
ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતી સમસ્યાઓમાં કબજિયાત, લોહીની ઊણપ, કેલ્શિયમની ખામી વગેરે મુખ્ય છે. ત્યારે 9 મહિના સુધી આ સમસ્યાઓ ન થાય અને આ સમય મહિલા સ્વસ્થ રહે તે માટે આ કામ કરવું જરુરી છે.
ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરે જણાવેલી કાળજી રાખવાની સાથે મહિલા જો રોજ પલાળેલી કિશમિશનું સેવન કરે તો 9 મહિના દરમિયાન બાળક અને માતા બંને સ્વસ્થ રહે છે.
પલાળેલી કિશમિશના 5 દાણા પણ જોર ખાવામાં આવે તો શરીરને જરૂરી બધા જ પોષકતત્વો મળી રહે છે. કિશમિશ ખાવાથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પણ સારી રીતે થાય છે.
ગર્ભાવસ્થામાં કિશમિશ ખાવાથી શરીરમાં લોહીની ઊણપ સર્જાતી નથી. કારણ કે કિશમિશ આયરનથી ભરપુર હોય છે. આ સિવાય કબજિયાત પણ કિશમિશ ખાવાથી મટે છે. કિશમિશ ખાવાથી બાળકના હાડકા મજબૂત થાય છે.
કિશમિશમાં નેચરલ શુગર, માઈક્રોન્યુટ્રિઅંટસ, બાયોએક્ટિવ કમ્પાઉંડ હોય છે. ખાસ વાત એ છે કે કિશમિશ પચવામાં હળવી હોય છે તેથી તેને ખાવાથી કોઈ સમસ્યા થતી નથી. નિષ્ણાંતોના અનુસાર કિશમિશ ખાવાથી ભ્રૂણનો વિકાસ પણ સારી રીતે થાય છે.
ગર્ભાવસ્થામાં મહિલાઓને કબજિયાત પણ રહેતી હોય છે. પરંતુ કિશમિશ ખાવાથી પેટ સમવસ્થ રહે છે અને કબજિયાત કે પાચન સંબંધિત કોઈપણ સમસ્યા થતી નથી. કિશમિશના સેવનથી આ બધી જ સમસ્યાથી બચી શકાય છે અને મળત્યાગ સરળતાથી થાય છે.
સામાન્ય રીતે મહિલાઓને ગર્ભાવસ્થામાં એનિમિયાની સમસ્યા પણ થાય છે. આ સમસ્યાને પણ પલાળેલી કિશમિશ ખાવાથી દુર કરી શકાય છે. તેના માટે રોજ રાત્રે કિશમિશ પાણીમાં પલાળી સવારે તેનું સેવન કરો. તેનાથી એનિમિયાનું જોખમ ઘટે છે.
કિશમિશ ખાવાથી શરીર ઊર્જાવાન બને છે. કિશમિશ ગ્લુકોઝનો સ્ત્રોત છે. સવારની શરુઆત કિશમિશ ખાઈને કરવાથી તુરંત ઊર્જા મળે છે. જ્યારે પણ શરીરમાં સુસ્તી જણાતી હોય ત્યારે કિશમિશનું સેવન કરવું. તમને તુરંત શરીરમાં સ્ફુર્તિ જણાશે.
કિશમિશમાં કેલ્શિયમ અને ઓલિનોલીક એસિડ ભરપુર હોય છે જે દાંત અને પેઢાની સમસ્યાને પણ દુર કરે છે. કિશમિશને રોજ રાત્રે પાણી કે દૂધ સાથે પલાળી દેવી. સવારે આ પલાળેલી કિશમિશ ખાઈ લેવાની હોય છે.