ચેરી એક એવું ફ્રૂટ છે જે આજે દરેક માર્કેટમાં અથવા સુપર માર્કેટમાં બહુ સરળતાથી મળી રહે છે. તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો. આજે અમે તમને ચેરી ખાવાથી થતાં ફાયદાઓ વિષે જણાવી રહ્યા છે. તો ચાલો તમને જણાવી દઈએ કે કેટલાક બેઝિક અને અસરકારક ઉપાય.
ઇમ્યુનિટી બુસ્ટ કરે છે : કોરોનાકાળમાં ઇમ્યુનિટી વધારવી એ હવે સૌથી વધુ જરૂરી વસ્તુ બની ગઈ છે. તમને જણાવી દઈએ કે તમે ચેરીનું સેવન કરો છો તો તમને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળશે. આ સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થતી હોય છે. આના નિયમિત સેવનથી કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું થાય છે.
સોજા, દુખાવાને ઓછો કરશે : ગઠિયાને લીધે તમને શરીરમાં ઘણીવાર દુખાવો રહેતો હશે. સોજો પણ આવતા હશે તેની માટે તમે ચેરીનું સેવન જરૂર કરો. તેમાં રહેલ એંટી-એફલેમેટરી ગુણ તમારા સોજાના દુખાવાને વધતાં રોકશે. એટલું જ નહીં ચેરી લોહીમાં યુરીક એસિડના વધારે પ્રમાણને ઓછું કરે છે.
ઊંઘ સારી આવે છે. : તમને જણાવી દઈએ કે જો તમે દિવસે કે રાત્રે દરરોજ 10-12 ચેરી ખાઈ લો છો તો તમને અનિંદ્રા ની સમસ્યા હશે તો તે દૂર થઈ જશે. આ સાથે તેનાથી શરીરમાં ઊંઘ આવવા અને જાગવાની ક્રિયાને કંટ્રોલ કરવાવાળા હોર્મોન્સને બેલેન્સ કરે છે. તમે થોડા દિવસ સુધી ચેરીનું સેવન કરીને ચેક કરી શકો છો. તમને ઘસઘસાટ ઊંઘ આવી જ જશે.
પેટની ચરબી ઓછી કરવા માટે : જે પણ મિત્રો પેટ કે કમર પરની ચરબી દૂર કરવા માંગે છે તેમણે ચેરીનું સેવન જરૂર કરવું જોઈએ. આમ કરવાથી શરીરમાં ગ્લુકોઝ અને ફેટનું લેવલ કંટ્રોલમાં રહે છે. ચેરીના સેવનથી તમારા પેટ પર જામેલ ચરબી ઓછી કરી શકો છો.
વજન ઘટવા માટે : ચેરીમાં બહુ ઓછી કેલેરી હોય છે. જો તમે વજન ઘટાડવા માંગો છો તો ચેરીનું સેવન કરો. તેમાં ફાયબર બોય છે જે વજન ઘટાડવા માં મદદ કરે છે. એટલે જો તમે ડાયટ કરો છો તો તેમાં ચેરીનું પણ સેવન કરો.