આપણાં આયુર્વેદ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાય જણાવ્યા છે જેનાથી આપણે આપણું જીવન સરળ અને હેલ્થી બનાવી શકીએ છે. આજના ફાસ્ટ સમયમાં જ્યારે પણ કોઈને કોઈ તકલીફ થાય છે કે તરત જ ડૉક્ટરની સલાહ સૂચન લેવા માટે પહોંચી જતાં હોય છે.
પણ તમને જણાવી દઈએ કે જો તમે પણ હેલ્થી રહેવા માંગો છો અને ક્યારેય પણ દવાખાનની મુલાકાત લેવા માંગતા નથી તો અહિયાં જણાવેલ કેટલાક સરળ ઉપાય અપનાવો. આમ કરશો તો તમારા ઘરમાંથી કોઈને પણ ક્યારેય દવાખાન જવાની જરૂરત નહીં રહે.
દિવસની શરૂઆત હમેશાં હૂંફાળા પાણીથી કરો. હૂંફાળા પાણીના પીવાથી તમારા શરીરનો બધો જ કચરો બહાર નીકળી જાય છે. તેનાથી પાચનશક્તિમાં વધારો થાય છે.
દરરોજ થોડી કસરત કરવાનું રાખો, કસરત નથી કરી શકતા તો તમે થોડું ઘણું ચાલી પણ શકો છો.
દરરોજ નિયમિત નાસ્તો કરો. નાસ્તો કરવાથી તમને આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશો.
તમે ઈચ્છો તો દિવસમાં એકવાર લીંબુ પાણી પણ પી શકો છો. તેનાથી પાચનતંત્ર મજબૂત થાય છે.
જ્યારે પણ કોઈપણ ખોરાક લો છો તો તેને હમેશાં બરાબર ચાવીને ખાવ, આમ કરવાથી તમારા શરીરમાં જતાં ખોરાકને પચવામાં સરળતા રહે છે. અને લાળ ભરેલા ભોજનથી શરીરને ખૂબ ફાયદો થાય છે.
હમેશાં જરૂર પૂરતો જ ખોરાક લેવાનું રાખો. વધારે ખોરાક ખાવાથી પેટ વધારે પડતું ભરાઈ જાય છે જેના લીધે પેટ ફૂલવું, ગેસ થવો અપચો થવો વગેરે જેવી તકલીફ થઈ શકે છે.
દિવસ દરમિયાન ખોરાકમાં હમેશાં બ્રોકોલીમ ખાટા ફ્રૂટ, લીલા શાકભાજી વગેરે જેવી વસ્તુઓને તમે શામેલ કરો.
ખોરાકમાં વિટામિનથી ભરપૂર ભોજન લેવાનું રાખો, આમ કરવાથી શરીરની પાચન શક્તિ મજબૂત બને છે. જો ખોરાક બરાબર પાચન થાય છે તો શરીરની મોટાભાગની તકલીફોને દૂર કરી શકાય છે.