તમે સવારે કોફી પીતા હોય કે આલુ પરોઠા સાથે દહીં ખાતા હોય તો ગંભીર થઈને આ વાંચી લેજો

વધારે પડતાં લોકોની દિવસની શરૂઆત એ ચાની ચૂસકી સાથે જ થતી હોય છે. ગરમ ગરમ ચા સાથે બિસ્કિટ કે બ્રેડ મળી જાય તો ચાનો આનંદ વધી જતો હોય છે.

ઘણા લોકો ચા સાથે કે ચા પહેલા નાસ્તો કરવાનું પસંદ કરતાં હોય છે જેમાં ઘણા લોકો નાસ્તામાં પૌંઆ, સમોસાં, આમલેટ વગેરે વસ્તુઓ શામેલ છે પણ તમને જણાવી દઈએ કે ખાલી પેટે સવારે કોઈપણ વસ્તુ ખાતા પહેલા ધ્યાન રાખવું જોઈએ. આજે જાણીએ કે સવારે ખાલી પેટે શું ના ખાવું કે પીવું જોઈએ.

ઘણા લોકો વજન ઘટાડવા અને ડાયટ ફોલો કરવામાં સવારે ફક્ત એક ગ્લાસ ફ્રૂટ જ્યુસ જ પીતા હોય છે. પણ એવું નથી દિવસની શરૂઆત ફ્રૂટ જ્યુસથી કરવી જોઈએ નહીં.

કારણ કે જ્યુસ સ્વાદુપિંડ પર વધારાનો ભાર મૂકી શકે છે, જે શરીર માટે સારું નથી. ખાલી પેટને કારણે ફળોમાં ફ્રુક્ટોઝના રૂપમાં હાજર ખાંડ લીવર પર વધુ દબાણ લાવી શકે છે, તેથી સવારે ખાલી પેટ જ્યુસ પીવાનું ટાળો.

દહી : દહીમાં લેક્ટિક એસિડ હોય છે જે પેટમાં એસિડિટીના લેવલને બગાડી દે છે. ખાલી પેટે દહી ખાવાથી શરીરમાં રહેલ સારા બેક્ટેરિયા નાશ પામે છે અને તેના લીધે એસિડિટી વધે છે. એટલે દહીનું સેવન કરવું જોઈએ નહીં.

ફ્રૂટ : ફ્રૂટ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે પણ જો તેનું સેવન સાચા સમયે કરવામાં આવે તો. જો તમે ખાલી પેટે ફ્રૂટ ખાવ છો તો એસિડનું પ્રમાણ વધી જાય છે. આ સિવાય અમુક ફ્રૂટમાં વધારે ફાયબર હોય છે જે ખાલી પેટે ખાવાથી પાચન તંત્રને ધીમું કરી દે છે. એટલે સવારે ઊઠીને તરત ભૂખ્યા પેટે ફ્રૂટ ખાવા જોઈએ નહીં.

કોફી : ઘણા મિત્રો સવારમાં ફક્ત કોફી પીતા હોય છે પણ તમને જણાવી દઈએ કે સવારે ખાલી પેટે કોફી પીવાથી એસિડિટી થઈ શકે છે. અમુક લોકોને પેટની સમસ્યા પણ બની શકે છે, એટલે ખાલી પેટે એકલી કોફી પીવો નહીં. તમે સાથે નાસ્તો લઈ શકો છો અથવા કોફી પીવાનો સમય બદલી શકો છો.

Leave a Comment