જો તમે જિંદગીમાં એકવાર પણ સંતરા ખાધા હોય તો 5 મિનિટનો સમય કાઢીને આ વાંચી લેજો

કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન એ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. બસ એવી જ રીતે જો તમે સંતરાનું સેવન કરો છો તો તમને સંતરાના ફાયદા તો નહીં જ થાય પણ તેના નુકશાન વધારે થશે.

તમને જણાવી દઈએ કે સંતરાની તાસીર ઠંડી હોય છે. એટલે ક્યારેય પણ સાંજના સમયે સંતરા ખાવા જોઈએ નહીં. વધારે સંતરા ખાવાથી શરદી-દૂધરસ જેવી સમસ્યા થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે સંતરામાં વિટામિન સીની સાથે ફાઈબર, વિટામિન એ, બી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ વગેરે જેવા પોષક તત્વો હોય છે. આ બધા પોષક તત્વો આપણાં શરીર માટે ફાયદા કારક છે પણ તમને જણાવી દઈએ કે સંતરાના સેવનથી નુકશાન થઈ શકે છે. ચાલો તમને વિગતે જણાવીએ.

પાચન સંબંધિત મુશ્કેલી : જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો નારંગીનું સેવન ન કરો. નારંગીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. ફાઈબર આપણા શરીર માટે ખૂબ જ સારું છે, પરંતુ જો તમે વધુ સંતરા ખાઓ છો, તો આ ફાઈબર તમારા પેટ સંબંધિત સમસ્યાઓને વધારી શકે છે. નારંગીનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં ઝાડા, અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

દાંત ખરાબ થઈ શકે છે : વધારે સંતરા ખાવાથી દાંત સંબંધિત મુશ્કેલી થઈ શકે છે. આ સિવાય જો તમને દાંતની કોઈપણ સમસ્યા થાય છે તો તમારે સંતરા ખાવા જોઈએ નહીં. સંતરામાં રહેલ એસિડ એ દાંતના ઇનેમલમાં રહેલ કેલ્શિયમ સાથે ભલે છે તેનાથી બેકટિરિયલ ઇન્ફેકશન થઈ શકે છે. આને લીધે દાંતમાં સડો થઈ શકે છે.

એસિડિટી વધારે : સંતરામાં એસિડ હોય છે. જો તમે વધારે પ્રમાણમાં સંતરાનું સેવન કરો છો તો તમને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. એસિડિટી થવાથી છાતી અને પેટમાં બળતરા થતી હોય છે.

નાના બાળકોને થઈ શકે છે પેટમાં દુખાવો : 10-12 મહિનાથી નાના બાળકોને સંતરાનું જ્યુસ પણ આપવું જોઈએ નહીં સંતરામાં રહેલ એસિડને લીધે તેમના પેટમાં દુખાવો થઈ શકે છે.

ખાલી પેટે ના ખાવા સંતરા : ખાલી પેટે ક્યારેય પણ સંતરાનું સેવન કરવું જોઈએ નહીં આમ કરવાથી પેટમાં ખૂબ ગેસ બને છે અને આ સાથે સાથે તમને જણાવી દઈએ કે રાત્રે પણ ક્યારેય સંતરાનું સેવન કરવું જોઈએ નહીં. સંતરાની તાસીર ઠંડી છે તેના લીધે તમને શરદી-ઉધરસ થઈ શકે છે.

Leave a Comment