1 રૂપિયાની વસ્તુથી દાંતની તમામ તકલીફો ગાયબ થઈ જશે

 

દાંતમાં સમસ્યા હોય તો તેની અસર મગજ સુધી થાય છે. જ્યારે દાંતમાં દુખાવો હોય તો મગજ પણ એકાગ્રતાથી કામ કરી શકતું નથી. સાથે જ ખાવા પીવાની પણ સમસ્યા થઈ જાય છે જેના કારણે તબિયત પણ ખરાબ થઈ શકે છે.

દાંતના દુખાવા સિવાય ઘણા લોકોને એવી સમસ્યા હોય છે જેમાં તેઓ કોઈપણ ઠંડી કે ગરમ વસ્તુ ખાય તો પણ દાંતમાં સમસ્યા થવા લાગે છે. આવી દાંત સંબંધિત દરેક સમસ્યાથી મુક્તિ આપતો ઈલાજ આજે તમને જણાવી દઈએ. આ ઈલાજ પેઈનકીલર્સ ખાવા કરતાં પણ સસ્તો છે.

પેઈનકીલર્સ ખાવાથી બે નુકસાન છે. તેને ખરીદવામાં ખર્ચ વધારે થશે અને તેની શરીર પર આડઅસર પણ થાય છે. જ્યારે આ ઈલાજ કરવાથી આડઅસર કોઈ થતી નથી અને સાથે જ ખર્ચ પણ 1 રૂપિયાનો જ થાય છે. તો ચાલો તમને વગર ખર્ચે દાંતની સમસ્યાથી રાહત આપતો ઈલાજ જણાવીએ.

આ ઈલાજ કોઈપણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે. તેના માટે જ્યારે પણ દાંતની સમસ્યા થાય ત્યારે લવિંગના તેલના થોડા ટીપામાં તલનું તેલ ઉમેરવાનું છે. તેના માપ વિશે જણાવીએ તો લવિંગનું તેજ 5 ટીપા હોય તો સમાન માત્રામાં તલનું તેલ લેવું. બંને તેલની બરાબર મિક્સ કરી અને રુ તેમાં બોળી દુખતા દાંત પર મુકી રાખો.

આ રીતે તેલવાળું રુ દાંત પર થોડીવાર રાખી મુકવાથી દાંતનો દુખાવો દુર થશે કારણ કે બંને તેલ દાંત અને પેઢામાં ઉતરશે.

આ રુને 15 મિનિટ મોઢામાં દબાવી રાખવું. પછી રુને મોઢામાંથી બહાર કાઢી થુંક કાઢી નાંખવું અને કોગળા કરી લેવા.

દાંતનો દુખાવો વધારે હોય તો આ ઉપાય દિવસમાં 3 વખત પણ કરી શકાય છે. આ તેલ દાંતમાં વધતા બેક્ટેરિયાનો નાશ કરે છે.

આ ઉપાય સિવાય ફટકડીનો ઉપાય પણ કરી શકાય છે. તેના માટે 2 ગ્રામ ફટકડીને ગરમ પાણીમાં બરાબર ઘોળી લેવી. ત્યારબાદ તે ઓગળી જાય એટલે આ પાણીથી કોગળા કરવા. કોગળા કરતાં પહેલા થોડી સેકન્ડ માટે પાણી મોઢામાં રાખવું અને પછી કોગળા કરી લેવા.

આ પાણીથી કોગળા કરવાથી દાંતના અને પેઢામાં વધેલા બેક્ટેરિયા જે દુખાવાનું મુખ્ય કારણ હોય છે તે દુર થાય છે. અને તેનાથી મોંઢુ પણ ફ્રેશ થઈ જાય છે. આ ઉપાય દિવસમાં 3 વખત કરવો. આ ઉપાય કરશો તો પછી દાંતના દુખાવા માટે તમારે દવા લેવાની જરૂર નહીં પડે કારણ કે દાંતના દુખાવાની ફરિયાદ જ નહીં રહે.

Leave a Comment