દોસ્તો સામાન્ય રીતે ખરાબ જીવનશૈલી અને અસ્તવ્યસ્ત ભોજનને કારણે ઘણા લોકોને આધાશીશી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ એક એવી સમસ્યા છે, જે તણાવને કારણે ઉદભવે છે.
આધાશીશી એક પ્રકારનો રોગ છે, જેમાં માથાનો દુખાવો થાય છે. શરૂઆતમાં માથાનો દુખાવો માથાના કોઈ એક ભાગમાં થાય છે પરંતુ સમય સાથે તે આખા માથામાં શરૂ થઇ જાય છે.
વળી આઘાશિશીની પીડા એટલી ગંભીર હોય છે કે તેને સહન કરી ઘણી વખત તો અશક્ય થઈ જાય છે. ઘણા લોકો આધાશીશીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘણી બધી દવાઓનું સેવન કરતા હોય છે તો કેટલાક લોકો ઘરેલુ ઉપાયો દ્વારા તેને મટાડવા નો પ્રયત્ન કરે છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને આધાશીશી સમસ્યાને દૂર કરવાના કેટલાક ઘરેલું ઉપચારો વિષે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે ઘરે બેઠા આઘાશિશીની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
સામાન્ય રીતે આદુનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે અને તેના દ્વારા બનાવવામાં આવેલી ચાનો સ્વાદ એકદમ લાજવાબ હોય છે.
તાજેતરના વર્ષોમાં થયેલા સંશોધન અનુસાર આદુનો ઉપયોગ કરીને તમે ઘણા પ્રકારની બીમારીઓથી છુટકારો મેળવી શકો છો અને તેનાથી ઘણી બીમારીઓને રોકવા માટે મદદ લઈ શકાય છે. આદુમાં બળતરા વિરોધી ગુણધર્મો મળી આવે છે, જે આધાશીશી ના લક્ષણોને દૂર કરવામાં મદદ કરી શકે છે.
આ તત્વો આધાશીશીના રોગને અવરોધે છે. જે માથાના દુખાવાથી આરામ અપાવે છે. વળી તમે તેનો ઉપયોગ કરીને પાચનતંત્રમાં સુધારો કરી શકો છો. જેથી આધાશીશીના દર્દીઓને ઉલટીની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
આદુનો ઉપયોગ આધાશીશીમાં બે રીતે કરવામાં આવે છે. સૌથી પહેલા આદુમાં લીંબુના રસને ઉમેરીને સારી રીતે મિક્સ કર્યા પછી દિવસમાં એકથી બે વખત લેવાથી પણ તમે આરામ મળી શકે છે અને આઘાશિશી દરમિયાન થતા માથાના દુખાવાથી છુટકારો મળે છે.
તો બીજી રીતે એ છે કે તમારે થોડાક આદુને પીસી લેવું જોઇએ અને તેનો પાવડર તૈયાર કરવો જોઈએ. હવે પાણીની અંદર બે ચમચી પાઉડર મિક્સ કરી કપાળ ઉપર લગાવવો જોઈએ. જેનાથી માથાના દુખાવામાં ઝડપથી આરામ મળે છે. વળી આઘાશિશીની સમસ્યાને દૂર કરવા માટે તમે આદુની ચા બનાવીને પણ પી શકો છો.
વળી તમે તમે આદુનો ઉકાળો બનાવીને પણ પી શકો છો. જો તમને તેનો સ્વાદ પસંદ ન હોય તો તમારે તેમાં લીંબુનો રસ અને મધ ઉમેરીને પીવાની શરૂઆત કરવી જોઈએ. જેનાથી તમને તેનો સ્વાદ પણ સારો લાગશે અને આઘાશિશીની સમસ્યાથી પણ રાહત મળશે.