દોસ્તો સામાન્ય રીતે તકમરીયા ને આપણા ભારત દેશનો છોડ માનવામાં આવે છે અને તેનો સદીઓથી ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તકમરીયા નો છોડ મોટેભાગે જંગલોમાં સૌથી વધારે જોવા મળે છે.
તકમરીયા ના બીજ એકદમ કાળા રંગનાં હોય છે. જે સ્વાદમાં તીખા અથવા કડવા હોઈ શકે છે અને તેની તાસીર ગરમ હોય છે. ખાસ કરીને પાનખર ઋતુમાં તેનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. તેમાં પ્રોટીન અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
આ સિવાય તેમાં વિટામીન એ, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ, ઝીંક અને આયર્ન જેવા પોષક તત્વો વધારે પ્રમાણમાં મળી આવે છે. જો તમે તકમરીયા ના પાંદડા સાથે સૂંઠ અને કાળાં મરી મિક્સ કરીને ખાઈ લો છો તો ટાઢિયો તાવ આવવાની સમસ્યાથી છુટકારો મળે છે. તકમરીયા નું સેવન કરવાથી શરીરમાં ઠંડકનો પ્રસાર થાય છે અને શરીરમાં જામી ગયેલો બધો જ કરશો બહાર નીકળી જાય છે.
જો તમે તકમરીયા ના બીજ ને વાટીને ગુંદર સાથે મિક્સ કરી ખાઈ લો છો તો મરડો થવાની સમસ્યા રહેતી નથી. તમે તેનો ઉકાળો બનાવીને પણ ખાઈ શકો છો.
તકમરીયા ના પાણીમાં સાકર ઉમેરી પીવાથી પેશાબની સમસ્યા દૂર થઇ જાય છે અને પેશાબ ખુલીને આવે છે. જો તકમરિયા પાણી સાથે લેવામાં આવે તો મોઢું સુકાઈ જવું અથવા લૂ લાગવાની સમસ્યા રહેતી નથી.
તકમરિયાનો લેપ, જવનો લોટ, ગુલાબનું તેલ ગરમ કરી લગાવવાથી સોજો અથવા તો ધાધર ની સમસ્યા ફૂટ થા શકે છે. આ સાથે જો તમે તકમરિયાના પાનનો રસ કાઢીને તેને કાનમાં ટીપાં સ્વરૂપે ઉમેરી દો છો તો કાનનો દુખાવો થતો નથી.
તકમરીયા ના પાણી ને સરકો તથા કપૂર સાથે મિક્સ કરીને નાક માં ઉમેરવામાં આવે તો નાકમાંથી પડતું લોહી બંધ થઈ જાય છે અને છીંકો આવવા ની સમસ્યા પણ દૂર થઈ જાય છે. વળી આ સિવાય તકમરીયા ના મુળિયા નાના બાળકોની કબજિયાત દૂર કરવા માટે અસરકારક હોવાનું માનવામાં આવે છે.
તકમરિયાના પાણીમાં થોડી સાકર અને મરી મેળવીને પીવાથી એસિડિટીમાં રાહત મળી શકે છે. જે બ્લડ શુગર કાબૂમાં એટલે કે ડાયાબિટીઝના પેશન્ટ માટે પણ લાભદાયી બને છે. તેના સેવન કરવાથી કબજિયાત જેવી તકલીફો પણ કાયમી ધોરણે દૂર કરી શકાય છે. જે લોકોને ચહેરા ઉપર ખીલ થવાની સમસ્યા રહેતી હોય તેવા લોકો પણ તેનો ઉપયોગ કરી શકે છે.
તકમરીયા ના બીજ પ્રોટીન તથા અન્ય પોષક તત્વો વધુ પ્રમાણમાં મળી આવે છે. જેથી કરીને તેનું સેવન કરવામાં આવે તો વાળ મજબૂત અને ચમકદાર અને લાંબા બનાવી શકાય છે અને તેનો ગ્રોથ પણ ઝડપથી થાય છે.
તકમરીયા ના બીજ માં ઘણા પાચક પોષક તત્વો હોય છે, જે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીરમાં રહેલા બધાં હાનિકારક તત્વો બહાર નીકળી જાય છે અને શારીરિક ક્ષમતામાં વધારો થાય છે.
તકમરીયા ના બીજ ને સુકવીને નારિયેળ તેલ મિક્સ કરીને સ્કિન પર લગાવવામાં આવે તો પણ ત્વચા એકદમ હેલ્થી બની શકે છે. દરરોજ બે ચમચી તકમરીયા ના બીજ નું સેવન કરવાથી શરીરને ઘણો ફાયદો થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે તકમરીયા ના બીજ નો કોઈ ખાસ સ્વાદ હોતો નથી તેથી તેનો ઉપયોગ અન્ય પ્રકારના ભોજન પદાર્થ માં ઉમેરીને કરવામાં આવે છે.