ફકત 1 સપ્તાહમાં શરીર પરની ચરબીની ગાંઠો ગાયબ થઈ જશે

દોસ્તો આજના વિશેષ લેખમાં અમે તમને એવા કેટલાક ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો અમલ કરીને તમે આસાનીથી શરીર પર જામી ગયેલી ચરબી ની ગાંઠ ને દૂર કરી શકો છો.

આ આયુર્વેદિક ઉપાયો એકદમ અસરકારક હોવાનું માનવામાં આવે છે. જેનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ આસાનીથી કરી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાયો કયા કયા છે.

જો તમારા શરીર પર કોઈ જગ્યાએ ચરબી ની ગાંઠ થઈ ગઈ હોય તો તમારે સૌથી પહેલા આંબા હળદર અને દિવેલ બંનેને મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવી જોઈએ.

ત્યાર બાદ તમારે અસરગ્રસ્ત જગ્યાએ ત્રણથી ચાર મિનિટ સુધી માલિશ કરવી જોઈએ અને જ્યાં સુધી સુકાય નહી ત્યાં સુધી ત્યાં માલિશ કરતા રહેવું જોઈએ. જો તમે સાત આઠ દિવસ સુધી આ ઉપાય કરશો તો તમને અવશ્ય ફરક દેખાવા મળશે.

તમે આ સિવાય ચૂનાનો ઉપયોગ કરીને પણ આડઅસર વિના ચરબી ની ગાંઠ ને દૂર કરી શકો છો. આ માટે તમારે ઘઉંના દાણા જેટલો ચૂનો દરરોજ સવારે પાણીમાં મિક્સ કરીને પીવાનું શરૂ કરી દેવું જોઇએ. જેનાથી ચરબી ની ગાંઠ ઓગળી જાય છે અને બહાર દેખાતી નથી.

30 ગ્રામ અળસી અને મેથીના ચૂર્ણને શેકી લેવું જોઇએ અને તેને એક કપ પાણીમાં ઉમેરી ગરમ કરી લેવું જોઈએ. હવે આ પાણી 25 ટકા જેટલું બળી જાય ત્યારે તેમાં બે ચપટી સિંધવ મીઠું, મરી અને લવિંગ ઉમેરી રાત્રે જમ્યા પહેલાં સેવન કરવાનું શરૂ કરી દેવું જોઇએ, જેનાથી ચરબીની ગાંઠ દૂર થઈ જાય છે.

જે માતાઓની પેટમાં રસોળી થઈ જતી હોય તેવા મહિલાઓએ પણ કેટલાક ઉપાય કરીને આ સમસ્યાથી છુટકારો મેળવવો જોઈએ. આવી મહિલાઓ એ વધારે ભારે ખોરાક ન ખાવો જોઈએ કે વધારે ભારે વસ્તુ ન ઉપાડવી જોઈએ.

વળી મળત્યાગ કરતી વખતે વધુ દબાણ કરવું જોઈએ નહીં, સ્નાયુઓને વધારે પ્રમાણમાં અસર કરે તેવી કસરતો કરવાની ટાળવી જોઇએ અને ભોજન કરી લીધા પછી તરત જ સૂઈ જવાની આદત પણ છોડી દેવી જોઈએ.

વળી આવી મહિલાઓ ધૂમ્રપાન ન કરવું જોઇએ અને પોતાનું વજન હંમેશા તંદુરસ્ત બનાવી રાખવું જોઈએ. આ સાથે તેમને હળવો ખોરાક ખાવો જોઈએ. જો તમે આ ઉપાય કરશો તો તમને અવશ્ય ફરક દેખાવા મળશે.

Leave a Comment