ફકત 7 દિવસમાં તમારા પેટની ચરબી અડધી થઈ જશે

દોસ્તો આપણા ભારત દેશમાં વજન વધારાની સમસ્યાનો ઘણા લોકોને સામનો કરવો પડી રહ્યો છે. આ એક એવી સમસ્યા છે કે જેનાથી તાત્કાલિક ધોરણે છુટકારો મળી શકતો નથી.

જ્યારે કોઈ વ્યક્તિને વજન વધારાની સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે તેનો આત્મવિશ્વાસ એકદમ ઓછો થઈ જાય છે અને લોકોની સામે શરમ અનુભવે છે. જેના લીધે તે ડોક્ટરી દવાઓનો ઉપયોગ કરીને પોતાના વજન ઘટાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ દરેક વખતે તેને સારું પરિણામ મળે એ જરૂરી નથી.

આ માટે તમારે કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવીને પોતાના વજનને ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી તમને કોઇ આડઅસર પણ થતી નથી. તમે બધા સારી રીતે જાણતા હશો કે આપણા ભારતીય ભોજનમાં કઠોળને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

જે તમને કુદરતી રીતે વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે. હવે તમે વિચારતા હશો કે આ કઠોર કયા કયા છે? જે વજન ઓછું કરવામાં મદદ કરે છે. તો તમને જણાવી દઈએ કે આ કઠોળમાં લીલા મગની દાળ અને મસૂરની દાળ નો સમાવેશ થાય છે.

જે બંને કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન નો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જેનું સેવન કરીને તમે વધારાની ચરબી થી છુટકારો મેળવી શકો છો. આ કઠોળ માં મુખ્યત્વે ફાઈબર અને વિટામિન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

જેનાથી તમારી પાચન શક્તિમાં વધારો થાય છે અને વજનમાં ઘટાડો થઈ શકે છે. વળી તેનું સેવન કરવાથી તમારું પેટ પર લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ પણ ઓછી લાગે છે, જે ચરબી ને ઘટાડવા માટે કામ કરે છે.

વળી આ કઠોર આપણા બધાને જરૂરી કેલરી પૂરી પાડે છે. જેના લીધે તમે થાક અનુભવ્યા વિના લાંબા સમય સુધી કાર્ય કરી શકો છો. જો કે તમારે આ કઠોળને દિવસ દરમિયાન ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે તેને પચવામાં થોડોક વધારે સમય લાગે છે.

મગની દાળની આપણા ભારતીય ભોજનમાં સૌથી પ્રિય માનવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘણા પ્રકારની વાનગીઓ બનાવવા માટે થતો હોય છે અને આ જ ફાયદાઓ માં તમે મગની દાળનો ઉપયોગ કરીને વજન વધવાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકો છો.

મગની દાળમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. જે વજન ઓછું કરવામાં ખૂબ જ મદદ કરી શકે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન પણ હોય છે, જે પચવામાં આસાની રહે છે અને પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. મગની દાળ વજન ઓછું કરવાની સાથે સાથે ઘણા પ્રકારના રોગોથી પણ આપણને છુટકારો અપાવે છે.

તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે, જેના લીધે હૃદય રોગનો સામનો કરવો પડતો નથી. આ સાથે તેનું સેવન કરવાથી બ્લડ શુગર પણ હંમેશાં કાબૂમાં રહે છે. જે ડાયાબીટિસની સમસ્યાથી આરામ અપાવે છે.

તમે શરીરની વધારાની ચરબી ઓછી કરવા માટે મસૂર ની દાળ નો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે અને તેમાં મળી આવતું ફાઇબર પાચન શક્તિમાં વધારો કરે છે. જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

મસૂરની દાળમાં આવશ્યક બધા જ વિટામિન અને પ્રોટીન મળી આવે છે, જે તમને વજન ઓછું કરી આપવામાં મદદ કરે છે અને તમે થાક અનુભવ્યા વિના લાંબા સમય સુધી કાર્ય કરી શકો છો.

એક અહેવાલ અનુસાર 100 ગ્રામ જવમાં 352 કેલરી અને 24.7 પ્રોટીન મળી આવે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને તેનું સેવન કરીને પણ તમે ખરાબ કોલેસ્ટ્રોલ થી રાહત મેળવી શકો છો અને હૃદયરોગથી આરામ મળે છે.

Leave a Comment