દોસ્તો સામાન્ય રીતે મેથીના દાણાનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવતો હોય છે સાથે સાથે મેથીના દાણા આપણા સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને આપણે ઘણી બીમારીઓથી દૂર રહી શકીએ છીએ.
મેથીના પાન અને બીજ નો ઉપયોગ કરીને તમે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. તમે ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર, બળતરા અને કેન્સર જેવી બીમારીઓનો ઇલાજ શોધી રહ્યા છો તો મેથીના દાણા તમારી મદદ કરી શકે છે.
હવે તમે વિચારતા હશો કે મેથીના દાણાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તો તમને જણાવી દઈએ કે આ માટે તમારે એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી રાખવા જોઈએ અને બીજા દિવસ સવારે એક ગ્લાસ પાણીનું સેવન કરી દેવું જોઈએ. હવે તમે મેથીના દાણાને જે પાણીમાં પલાળ્યા હતા તેનું પણ તમારે સવારે ખાલી પેટે સેવન કરવું પડશે.
મેથીના દાણાની હર્બલ ચા બનાવીને પણ પી શકો છો. આ માટે તમારે સૌથી પહેલાં પાણીમાં મેથીના દાણા ઉમેરી દેવા જોઇએ અને તેમાં સ્વાદ અનુસાર લીંબુ અને મધ પણ નાખી દેવું જોઈએ. ત્યારબાદ સવારે અને સાંજે તેનું સેવન કરવું જોઈએ.
મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખ્યા પછી તેને કોઈ સુતરાઉ કાપડ માં બાંધી લેવા જોઈએ. ત્યારબાદ જ્યારે તે અંકુરિત થઈ જાય ત્યારે તેનું સેવન કરવું જોઈએ. કેટલાક લોકો મેથીના પરાઠા અને રોટલી બનાવીને પણ ખાતા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
જો આપણે મેથીમાં રહેલાં પોષક તત્વો વિશે વાત કરીએ તો તેમાં આયર્ન, ફોસ્ફરસ, એન્ટી તત્વો, કેલ્શિયમ વગેરે મળી આવે છે. જે શરીરના દુખાવા ની સમસ્યાને કરે છે સાથે સાથે બ્લડ સુગર થી પણ આરામ આપવા માટે મદદ કરે છે.
મેથીના દાણાનું સેવન કરવાથી બ્લડ સુગરની સમસ્યાને કાયમી ધોરણે કાબૂમાં લઇ શકાય છે. તેનાથી બ્લડ શુગર કાબૂમાં આવી જાય છે અને શરીરમાં ઇન્ફ્લેમેટરી ગુણોમાં વધારો થઈ શકે છે. જેના લીધે ડાયાબીટિસની સમસ્યાથી રાહત મળી શકે છે.
મેથીમાં વિવિધ પ્રકારના પોલિફેનોલ્સ આવેલા હોય છે. જે વજન ઓછું કરવામાં પણ મદદ કરી શકે છે. જેથી શરીરમાં જમા થયેલી ચરબી પણ ઓછી કરવાનું કામ કરે છે. તમે બધા જાણતા હશો કે કેન્સર જીવલેણ રોગ છે. જેનાથી સમય સાથે બચવું ખૂબ જ જરૂરી બની જાય છે અને તમારી આમાં મેથીના દાણા મદદ કરી શકે છે.
આ સિવાય મેથીમાં કેન્સર વિરોધી તત્વો આવેલા હોય છે. જે કેન્સરની સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે.