મિત્રો માણસની ઉંમર ને વધતી અટકાવી શકાતી નથી. આ એક નિરંતર પ્રક્રિયા છે. જેમ ઉંમર વધે એ નક્કી છે તેમ ઉંમરની સાથે શરીરમાં કેટલાક ફેરફાર થાય એ પણ નક્કી જ છે.
વધતી ઉંમરના કારણે શરીર ધીરે ધીરે નબળું પડવા લાગે છે. જો સમયસર શરીરની તંદુરસ્તી વિશે કાળજી લેવાની શરૂઆત કરી દેવામાં આવે તો 60 વર્ષની ઉંમર પછી પણ શરીર નિરોગી રહે છે.
શરીરની કાળજી લેવાની શરૂઆત 40 વર્ષની ઉંમરથી કરી દેવાની હોય છે. તો ચાલીસી વટાવ્યા પછી તમે કેટલીક કાળજી ન રાખો તો તમારે વારંવાર દવાખાના ના ધક્કા ખાવા પડશે. આ ઉપરાંત હાઈ બી.પી, ડાયાબિટીસ, કિડની સહિતની બીમારીઓ પણ થઈ શકે છે.
40 વર્ષની ઉંમર પછી સૌથી પહેલાં તો નિયમિત રીતે બ્લડ શુગર અને બીપી ચકાસતા રહેવું. સાથે જ આહારમાં અને દિનચર્યામાં ફેરફાર કરવા. જેમ કે ઉંમર પછી રોજના આહારમાંથી ખાંડ, ડેરી પ્રોડક્ટ, સ્ટાર્ચ વાળી વસ્તુઓને દૂર કરી દેવી. અને લીલા શાકભાજી, આદું, હળદર, લીંબુ વસ્તુઓનો ઉપયોગ વધારે કરવો.
ભોજનમાં પણ સલાડનો ઉપયોગ વધારે કરવો જેથી શરીરને પૂરતા પ્રમાણમાં જરૂરી એવા બધા જ પોષક તત્વો આહારથી જ મળી જાય. આ સિવાય દિવસ દરમિયાન ફળ ખાવાનું પણ રાખવું. ફળ ખાવાથી શરીરમાં એનર્જી રહે છે અને પોષક તત્વો તેમજ વિટામિનની ઊણપ દૂર થાય છે.
40 વર્ષની ઉંમર પછી રોજ બદામ અને સીંગદાણા નું સેવન કરવું જોઈએ. બદામને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવું.
આ બધી જ વસ્તુઓ સાથે સૌથી મહત્વની વાત એ છે કે ક્રોધ પર કંટ્રોલ કરવો. આ ઉમર એવી હોય છે જ્યારે વ્યક્તિ વધારે ચીડાઈ જાય છે. ક્રોધ કરવાથી શરીર નબળું પડે છે સાથે જ તબિયત પણ ખરાબ થાય છે.
આ સમય દરમિયાન નકારાત્મક વિચારોથી દૂર રહો અને પોઝિટિવ વિચારોને અપનાવો. આમ કરવાથી શરીરમાં પણ સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. જે શરીર અને મન બન્ને માટે લાભકારી છે.
આ સિવાય રોજ સવારે વહેલા જાગી જવું અને દિવસની શરૂઆત એક ગ્લાસ હૂંફાળા પાણીથી કરવી. આ સિવાય રોજ 15 મીનીટ શારીરિક કસરત કરવી. તમે પ્રાણાયામ પણ કરી શકો છો.
સાંજના સમયે હળવો ખોરાક લેવો. જેમાં હળદર વાળું દૂધ ખીચડી વગેરે લઇ શકાય છે. આ સાથે જ સિગારેટ પાન જેવા વ્યસન હોય તો તેને પણ છોડી દેવા. રાત્રે ઉજાગરા કરવા નહીં અને નિયમિત સમયસર સુઈ જવું.