દોસ્તો આજના આ વિશેષ લેખમાં અમે તમને કેટલાક એવા ઘરેલૂ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે પેટ સાથે જોડાયેલા રોગો જેમ કે પેટનું ફૂલવું, કબજિયાત વગેરેની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
વળી આ બધા જ ઉપાય ખૂબ જ અસરકારક હોવાને કારણે તમને દવાઓ લીધા વગર તાત્કાલિક ધોરણે રાહત મળી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાયો કયા કયા છે.
સામાન્ય રીતે ફુદીનાના પાનનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવતો હોય છે અને ફુદીનાના વિશેષ ગુણો અને સ્વાદ દરેક વ્યક્તિને પસંદ આવે છે. જે આપણને બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે અને પેટને સાફ રાખવા માગતા હોય અથવા તો અપચાની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે અવશ્ય ફુદીનાના પાનનો ઉપયોગ કરવો જોઈએ.
તમે તેને અન્ય કોઈ સ્વરૂપે ખાઈ શકો છો અથવા જ છે તેને ચાવીને ખાઈ શકો છો. તમને જાણીને આશ્ચર્ય થશે કે જાંબુના પાન ચાવીને ખાવાથી પણ પેટનું ફૂલવું, એસીડીટીની સમસ્યાથી છુટકારો મળી શકે છે.
વળી જાંબુના પાન નો અર્ક પીવાથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધે છે જે ભોજનને પચાવવામાં મદદ કરે છે. જો તમે ડાયાબિટીસનો શિકાર બની ગયા છો તો પણ તમે જાંબુના પાન ખાઈ શકો છો.
મીઠા લીમડાના પાન પણ ડાયાબિટીસ માટે મદદગાર સાબિત થઇ શકે છે અને પેટને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. જો તમારું પેટ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું નથી અથવા તમારે પેટ સંબંધિત રોગોનો સામનો કરવો પડી ગયો છે તો તમારે મીઠા લીમડાના પાન ચાવીને ખાઈ લેવા જોઇએ.
જેનાથી તમારું શરીર મજબૂત બની જાય છે અને મેટાબોલિક કાર્યમાં મદદ મળે છે. તમે અજમાના પાન ખાઈને પણ પોતાના પેટને સાફ રાખી શકો છો અને પેટ સાથે જોડાયેલા રોગોથી છુટકારો મેળવી શકો છો.
આ માટે તમારે અજમાના પાનનો અર્ક બનાવીને ખાવાની શરૂઆત કરી દેવી જોઈએ. જેનાથી ગેસની સમસ્યાથી પણ છુટકારો મળી શકે છે.