પાણી સાથે આ વસ્તુ લેશો તો લોહીની ઉણપ ગાયબ થઈ જશે

 

દરેકના ઘરના રસોડામાં કોથમીર નો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં થાય છે. દાળ શાકમાં સ્વાદ અને સુગંધ નો વધારો કરતી કોથમીર આંખના સ્વાસ્થ્ય માટે સારી છે. જ્યારે કોથમીર પાકી જાય ત્યારે તેમાં બી નીકળે છે. આ બી એટલે કે સૂકા ધાણા પણ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તેનાથી પાચનને લઈને લીવર, હૃદય, રક્ત સહિતની બીમારીઓ દૂર થાય છે.

ધાણાનો ઉપયોગ રસોઈ ઉપરાંત શુભ કાર્યોમાં પણ કરવામાં આવે છે. ધાણા એક ગુણકારી મસાલો છે. કેટલીક વાનગીઓમાં આખા ધાણાનો ઉપયોગ થાય છે તો સાથે જ ધાણા-જીરુનો રસોઈમાં રોજ ઉપયોગ થાય છે.

આજે આ ધાણાના એવા ઉપાય વિશે જણાવીએ જે તમને એક નહીં પણ અનેક બીમારીથી મુક્ત કરશે. ધાણા ખૂબ જ ગુણકારી ઔષધ છે જે શરીરના અનેક રોગને દૂર કરે છે. તે પાચન સુધારે છે.

સૂકા ધાણા માં પોટેશિયમ કેલ્શિયમ વિટામીન સી, મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરને અનેક બીમારીથી બચાવે છે. જો તમે સૂકા ધાણાનું પાણી રોજ પીશો તો તમને તેના ફાયદા નો અનુભવ થશે.

સૂકા ધાણાનું પાણી પીવાથી શરીરને અનેક લાભ થાય છે અને કેટલીક બીમારીઓમાં તો દવાની ટીકડી પણ ખાવી પડતી નથી. તેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ધાણામાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણ શરીરની ટાઈફોડ થી પણ બચાવે છે. સાથે જ તે લીવર અને હાર્ટને પણ હેલ્ધી બનાવે છે.

ધાણાનો ઉપયોગ કરવાથી શરીરમાં રક્તની ઉણપ પણ દૂર થાય છે. તેનાથી શરીરમાં રક્તકણોનું નિર્માણ સારી રીતે થાય છે. ધાણામાં ફોલિક એસીડ પણ ભરપૂર હોય છે અને તે આયરનો પણ મુખ્ય સ્ત્રોત છે.

પાણીમાં રાત્રે ધાણા પલાળી સવારે તેને ગાળીને ઉપયોગમાં લેવાથી લીવરની પણ સફાઈ થાય છે. ધાણાના પાણી હૃદયને પણ સ્વસ્થ રાખે છે. તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ શુગર પણ ઘટે છે જેથી ડાયાબિટીસના દર્દીને પણ લાભ થાય છે.

ધાણા નું પાણી પીવાથી ચામડીના રોગ પણ મટે છે. તેનું સેવન નિયમિત કરવાથી ત્વચાની સુંદરતા વધે છે. ધાણાનું પાણી પીવાથી શરીરમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે. આ બધા જ લાભ મેળવવા માટે બે કપ પાણીમાં થોડા દાણા ઉમેરી દેવા અને રાત આખી તેને ઢાંકી મુકો. સવારે આ પાણીને થોડું ગરમ કરીને ગાળીને પી જવું.

Leave a Comment