દોસ્તો સામાન્ય રીતે દ્રાક્ષનો સ્વાદ દરેક વ્યક્તિને પસંદ આવતો હોય છે અને દરરોજ દ્રાક્ષનું સેવન કરવાથી આપણે ઘણા બધા ફાયદાઓ પણ મેળવી શકીએ છીએ.
દ્રાક્ષમાં પુષ્કળ પ્રમાણમાં ઊર્જા હોય છે, જે આપણા શરીરને એક્ટિવ રાખવા માટે કામ કરે છેm જો તમે સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળી તેનું સેવન કરવા લાગો છો તો તમને તેનાથી થતા ફાયદાઓ બમણા થઈ જાય છે.
સૂકી દ્રાક્ષમાં આવેલું સુગર નું પ્રમાણ તેને પલાળીને ખાવાથી ઓછું થઈ જાય છે. જેના લીધે ડાયાબિટીસની સમસ્યા નો પણ સામનો કરવો પડતો નથી. સૂકી દ્રાક્ષમાં ઘણા બધા એન્ટી તો મળી આવે છે સાથે સાથે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ અને કેલ્શિયમ હોય છે, જે બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ જ મદદગાર સાબિત થઇ શકે છે.
જો તમે દરરોજ સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળી ને ખાવાનું શરૂ કરી દો છો તો તમારી શારીરિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળીને ખાવાથી તેમાં મળી આવતું આર્યન, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકે છે. જો કોઇ મહિલાની મોઢામાંથી વારંવાર દુર્ગંધ આવતી હોય તો તેઓએ દ્રાક્ષ પલાળીને ખાવી જોઈએ.
જો તમને બ્લડપ્રેશરની સમસ્યા થઈ રહી હોય તો પણ તમે રાતે અડધા ગ્લાસ પાણીમાં 8થી 10 ગ્રામ દ્રાક્ષ પલાળી સવારે ઉઠી આ પાણીનું સેવન કરી શકો છો અને સૂકી દ્રાક્ષની ખાઈ શકો છો. જેનાથી તમને બ્લડ પ્રેશરની સમસ્યા થતી નથી.
જો તમે ઓફિસમાં આખો દિવસ કામ કર્યા પછી થાક લાગતો હોય તો તમારે કામ કર્યા વચ્ચે વચ્ચે સૂકી દ્રાક્ષનું સેવન કરવાનું શરૂ રાખવું જોઈએ. કારણ કે દ્રાક્ષ ઊર્જાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે, જ્યારે તમે તેનું સેવન કરો છો ત્યારે તમારા શરીરમાં પુષ્કળ પ્રમાણમાં ઉર્જા આવી જાય છે. જેના લીધે તમને કામ કરવામાં આળસ અને થાક લાગતો નથી.
જે લોકો પોતાના શરીરમાં લોહીની કમી નો સામનો કરી રહ્યા છે તેવા લોકો પણ પોતાના ભોજનમાં દ્રાક્ષ નો સમાવેશ કરી શકે છે. વળી એનિમિયાથી પીડિત મહિલાઓ હોય તો દ્રાક્ષનું સેવન અવશ્ય કરવું જોઈએ.
જે લોકો કબજિયાતની સમસ્યા નો સામનો કરી રહ્યા છે તેવા લોકો પણ દ્રાક્ષનું સેવન કરી શકે છે. વળી જો તમારું વજન કોઈ કારણસર ઘટી ગયું છે અને તમે તેને વધારવા માંગો છો તો પણ તમે સૂકી દ્રાક્ષનું સેવન કરી શકો છો. કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં ગ્લુકોઝ અને ફ્રુકટોઝ મળી આવે છે, જેનાથી તમને ઊર્જા તો મળે જ છે સાથે સાથે તમે વજન વધારવામાં પણ મદદ મેળવી શકો છો.
જો તમે દ્રાક્ષને પાણીમાં પલાળીને ખાવાનું શરૂ કરી દો છો તો તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થઈ જાય છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે. જેના લીધે તમારા ધમનીઓમાં જામી ગયો કચરો બહાર નીકળે છે અને તમારે હાર્ટ એટેકનું સામનો કરવો પડતો નથી. વળી સૂકી દ્રાક્ષનું સેવન કરવાથી આંખોના તેજ માં પણ વધારો કરી શકાય છે.