દોસ્તો આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકો બહારની ખાણીપીણી અને જંકફૂડ ખાવાનું પસંદ કરતા હોય છે. વળી ઘણા ઘરમાં તો લીલી શાકભાજી સંપૂર્ણપણે લુપ્ત થઇ ગઇ છે અને અમુક ઘરોમાં બહુ ઓછી ખાવામાં આવે છે.
જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાની સૌથી શક્તિશાળી શાકભાજી પણ આસાનીથી દરેક જગ્યાએ મળી આવે છે અને તેનો ઉપયોગ કરીને તમે ઘણા રોગોથી છુટકારો મેળવી શકો છો.
હવે તમે વિચારતા હશો કે આ શાકભાજી કઈ છે? તો તમને જણાવી દઈએ કે આ શાકભાજી કંટોલા છે. જેને મીઠા કારેલા તરીકે પણ ઓળખવામાં આવે છે. વળી દેખાવમાં કંટોલા કારેલા જેવા દેખાય છે પરંતુ તે કદમાં થોડાક નાના હોય છે. ભારતમાં ચોમાસાની ઋતુમાં કંટોલા ઘણી જગ્યાએ જોવા મળી આવે છે. જેમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે.
જો તમે દરરોજ તેની શાકભાજી બનાવીને ખાઓ છો તમે ઘણા વર્ષ સુધી બીમારીઓનો શિકાર બનતા નથી તો ચાલો આપણે જાણીએ કે કંટોલાના સેવનથી કયા કયા રોગો દૂર થઈ શકે છે.
આજકાલ મોટાભાગના લોકોને માથાના દુખાવાની સમસ્યા હેરાન કરી રહી હોય છે અને નાના થી શરૂઆત કરીને મોટા લોકો સુધી દરેકની માથાનો દુખાવો હેરાન કરે છે.
જો તમે પણ માથાના દુખાવા નો સામનો કરી રહ્યા છો તો તમારે દવા લેવાને બદલે ૧થી ૨ ટીપાં કંટ્રોલ ના પાનનો રસ કાઢીને નાક માં નાખી દેવો જોઇએ. જેનાથી માથાના દુખાવામાં તરત જ આરામ મળે છે.
તમે ઉધરસની સમસ્યા દૂર કરવા માટે પણ કંટોલાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે કંટોલા ના મૂળની રાખને એક ચમચી મધ અને એક ચમચી આદુના રસમાં મિક્સ કરીને પીવી જોઈએ.
જેનાથી ઉધરસથી સમસ્યામાંથી છુટકારો મળે છે. જો તમે કંટોલા ના મૂળ નો પાવડર બનાવી તેનું સેવન કરો છો તો આંતરડા અને પેટને લગતી દરેક સમસ્યા કાયમી ધોરણે દૂર થઈ શકે છે.
તમે ધ્યાન આપ્યું હોય તો ઘણી વખત કંટોલા ની શાકભાજી દરેક વ્યક્તિને પસંદ આવતી નથી તો આવા લોકો કંટોળા નું અથાણું બનાવીને ખાઈ શકે છે. જે વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ રહી હોય તેવા લોકો માટે પણ કંટોલા દવાની જેમ કામ કરે છે. હકીકતમાં કંટોલામાં કુદરતી ફાઇબર મળી આવે છે, જે હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં લાવવા માટે મદદ કરે છે.
જે લોકો વજન વધારાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેવા લોકો માટે પણ કંટોલા ફાયદાકારક છે. કંટોલાની શાકભાજી બનાવીને ખાવાથી શરીરમાંથી ચરબી ઓછી થઈ જાય છે. વળી તેમાં કેલેરી બહુ ઓછા પ્રમાણમાં હોય છે જેના લીધે તે તમને લાંબા સમય સુધી વજન વધવાની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે.
વળી કંટોલામાં એન્ટી ડાયાબીટીક ગુણ મળી આવે છે, જે ડાયાબિટીસની સમસ્યાને રોકવામાં મદદ કરી શકે છે. આ સાથે કંટોલા નુ શાક બનાવીને ખાવામાં આવે તો ચહેરા પરની કરચલીઓ પણ દૂર થઇ શકે છે. આ સાથે તેનું સેવન કરવાથી શરીર એકદમ મજબૂત બની જાય છે અને હૃદય રોગનો સામનો કરવો પડતો નથી.
જો તમને કંટોલા નુ શાક અથવા અથાણું ન ભાવતું હોય તો તમારે કંટોલા નો રસ કાઢીને તેનું સેવન કરવું જોઇએ. આ સિવાય તેમાં મળી આવતા પોષક તત્વો આપણા શરીરમાં લોહી વધારવા માટે કામ કરે છે. આ જ કારણ છે કે તેને લોહી વધારનાર મશીન તરીકે ઓળખવામાં આવે છે.