દોસ્તો ઘણા વર્ષોથી ઘઉંના ફાડાની વસ્તુ આપણા રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. ઘણા લોકો તેની ખીચડી બનાવીને ખાય છે તો ઘણા લાપસી બનાવી ને ખાવાનું પસંદ કરતા હોય છે. ઘઉંના ફાડા આપણા માટે સ્વાસ્થ્ય ના ખજાના સમાન છે.
જો તમે તેનું સેવન કરવા લાગો છો તો તમને શ્વાસને લગતા ઘણા બધા ફાયદા થઈ શકે છે. જો તમે દરરોજ સવારે 50 ગ્રામ ઘઉંના ફાડાનું સેવન કરો છો તમારા શરીર માટે ઘણા બધા ફાયદાકારક સાબિત થઈ શકે છે.
તેમાં વિટામિન અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે સાથે કેલરી ઘણા ઓછા પ્રમાણમાં હોય છે. જ્યારે ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ બધા પોષક તત્વોને કારણે તે આપણા શરીરને પરિપૂર્ણ બનાવવામાં મદદ કરે છે.
જે વ્યક્તિઓ દરરોજ ઘઉંના ફાડા નું સેવન કરે છે તે ઊર્જાસભર રીતે કાર્ય કરી શકે છે અને તેમાં જોવા મળતું કાર્બોહાઈડ્રેડ તમને લાંબા સમય સુધી કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે. તેમાં વિટામિન બી વન, વિટામીન બી ટુ, મેંગેનીઝ, મેગ્નેશિયમ વગેરે મળી આવે છે. જે એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મને સમૃદ્ધ હોય છે.
આજકાલ કોલેસ્ટરોલ વધવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. તેમાં દ્રાવ્ય રેસા આવેલા હોય છે જે કોલેસ્ટ્રોલના લેવલને આપણા શરીરમાં કાબૂમાં રાખવામાં મદદ કરે છે. જેના કારણે હૃદયરોગ થવાનું ભય રહેતો નથી.
આજકાલ હાડકાને નબળા થવા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે પણ વધુ ઘઉં ના ફાડામાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોવાને કારણે તેનું નિયમિત સેવન કરવાથી હાડકા મજબુત બનાવી શકાય છે અને સાંધાના દુખાવાની ફરિયાદ પણ થઇ શકતી નથી.
આ સિવાય ઘઉંના ફાડા ખાવાથી પિત્તાશયમાં પથરી ની સમસ્યા પણ દૂર થઈ જાય છે. જે મહિલાઓ ઘઉંના ફાડા નું સેવન કરે છે તેઓ કેન્સરથી બચી શકે છે. આજકાલ મહિલાઓ માટે આ સૌથી મોટી સમસ્યા બની ગઈ છે પણ ઘઉંના ફાડા માં મળી આવતું ફાયબર કેન્સરનું જોખમ ઘટાડે છે.