મિત્રો ઘણા બધા લોકોને દિવસમાં અનેકવાર અચાનક જ ચક્કર આવી જતાં હોય છે. આવી રીતે અચાનક ચક્કર આવી જવા એ ખૂબ જ ગંભીર સમસ્યા છે. ચક્કર આવે ત્યારે ગમે ત્યારે ગમે તે સમયે અને ગમે તે જગ્યાએ આવે એટલે પડી પણ જવાય.
આ રીતે ચક્કર આવતા હોય તો તેનું કારણ હોય કે મગજમાં લોહીનો પ્રવાહ બરાબર રીતે ન પહોંચતો હોય. આ સમસ્યાને દૂર કરવા નો કાયમી આયુર્વેદિક ઉપાય આજે જણાવીએ.
જે લોકોને વારંવાર ચક્કર આવી જતા હોય તેમણે નિયમિત રીતે દુધમાં સાકર, દેશી ઘી અને તુલસીના પાન ઉમેરીને પીવું જોઈએ. દૂધના કારણે શરીરને પોષણ પણ મળે છે અને ચક્કર આવવાની સમસ્યાથી મુક્તિ પણ મળે છે.
આ સિવાય દૂધમાં કાળા મરીનો પાવડર, ઘી અને સાકર મેળવીને પીવાથી પણ ચક્કર આવતાં બંધ થાય છે. જેને વારંવાર ચક્કર આવતા હોય તે લીંબુ પાણી પીએ તો પણ તેનાથી આરામ મળે છે.
પેટમાં ગેસ થયો હોય અને તેને કારણે ચક્કર આવતાં હોય તો હુંફાળા ગરમ પાણીમાં લીંબુનો રસ મીઠું ઉમેરીને પી જવું. આ ઉપાય થોડા થોડા કલાકે કરશો તો ચક્કર આવવાનું બંધ થઇ જશે અને ગેસથી પણ મુક્તિ મળશે.
આદુ અને ઘીનું સેવન કરવાથી પણ આ સમસ્યા દૂર થાય છે. તેના માટે 10 ગ્રામ સૂકું આદુ લેવું અને તેમાં થોડું ઘી ઉમેરીને ચાટી જવું. આ ઉપાય નિયમિત કરવાથી ચક્કર આવવાની સમસ્યાથી છુટકારો મળે છે.
હળદરમાં એંટી બેક્ટેરિયલ એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે અને તેમાં મિનરલ્સ પણ ઘણાં હોય છે. હળદરનું સેવન કરવાથી પણ ચક્કર આવવાની તકલીફ દૂર થાય છે. હળદરની ગરમ દૂધ અથવા તો હુંફાળા પાણી સાથે પી શકાય છે.
જે લોકોને ચક્કર આવી જતાં હોય તેમણે કિસમિસ ખાવી જોઈએ. એક વાસણમાં કિસને શેકી તેમાં મીઠું ઉમેરીને ખાવાથી ચક્કર આવવાની તકલીફ મટે છે.
જે લોકોને ચક્કર આવી જતાં હોય તેમણે નિયમિત વરિયાળી ખાવી જોઈએ. વરિયાળી નું પાણી પણ પી શકાય છે. વરિયાળી ખાવાથી ચક્કર આવવાના લક્ષણો દૂર થાય છે.