મિત્રો આપણી આસપાસ એવા અનેક છોડ હોય છે જેમાં ઔષધિ ગુણ હોય છે. પરંતુ જાણકારીનો અભાવ હોવા ના કારણે આપણે તેનો લાભ લઈ શકતા નથી. આવી જ એક ઔષધિ વિશે આજે અમે તમને જણાવીએ. આ ઔષધિ છે રતનજોત. રતનજ્યોત બારેમાસ થતી ઔષધિ છે. તેને તમે ઘરમાં પણ ઉગાડી શકો છો.
રતનજ્યોતના મૂડ તેનાં પાંદડાં ની મદદથી શરીરની ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. ખાસ કરીને ત્વચાની એલર્જી, ખંજવાળ, ઉલટી, મસા જેવી તકલીફો તો રતનજ્યોત ના ઘરગથ્થુ ઉપચાર કરવાથી તુરંત જ મટી જાય છે.
રતનજ્યોત ના અર્કમાં એન્ટિબાયોટિક, એન્ટીબેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, મૂત્રવર્ધક, એન્ટી ઓક્સીડંટ એમ ઘણા તત્વો હોય છે. જે શરીરની એક નહીં પરંતુ અનેક સમસ્યાને દૂર કરી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે આ ઔષધીનો ઉપયોગ કેવી રીતે કરવો.
ઔષધિના પાનને પીસીને ત્વચા પર લગાડી શકાય છે. આ ઉપરાંત તેના પાનને આમળાના પાવડરમાં મિક્સ કરીને વાળમાં લગાડી શકાય છે.
તેના પાનને પીસીને નાળિયેરના તેલમાં ઉમેરીને પણ ત્વચા પર લગાડી શકાય છે. આ સાથે જ તેના મૂળમાંથી બનેલા અર્કને પાણીમાં ઉમેરી ને તેનું સેવન કરવું જોઈએ.
આ ઔષધિમાં વજન ઘટાડવાના ગુણ હોય છે. તેના મૂળ ના પાવડર થી વજન નિયંત્રણમાં રહે છે. તેના મૂળનો પાવડર ઉપયોગમાં લઈને શરીરની વધારાની ચરબી દૂર કરી શકાય છે.
જે લોકોને આર્થરાઇટિસ હોય અથવા તો હાડકાનો, સાંધાનો દુખાવો વધુ પડતો રહેતો હોય તો રતન જ્યોત ના પાનનો ઉપયોગ કરવો. તેમાં રહેલા ગુણો શરીરના દુખાવા અને સોજા દૂર કરે છે.
ત્વચા ઉપર ખીલ, ડાર્ક સર્કલ કે ડાઘ હોય તો રતનજ્યોત ના પાનને પીસીને નાળિયેરના તેલમાં ઉમેરીને ત્વચા પર લગાડો તેનાથી ત્વચાની સમસ્યા દૂર થાય છે. આ પેકનો ઉપયોગ કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે.
રતનજ્યોતના ઉપયોગથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. જેની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેણે રતનજ્યોતના પાનનો રસ પીવો જોઇએ. તેનો નિયમિત ઉપયોગ કરવાથી રક્તની અશુદ્ધિ પણ દૂર થાય છે અને રક્ત શુદ્ધ થાય છે.
તેનું સેવન કરવાથી હાર્ટનાં રોગોનું જોખમ ઘટે છે અને સ્નાયુઓ મજબૂત થાય છે. રતનજ્યોતના મૂળમાંથી બનાવેલા તેલનો ઉપયોગ કરવાથી સ્ટ્રેસ, ડિપ્રેશન અને અનિદ્રાની સમસ્યાથી મુક્તિ મળે છે. રાત્રે સૂતા પહેલા આ તેલનો ઉપયોગ કરવાથી માનસિક ચિંતા ઘટે છે અને ઊંઘની ગુણવત્તા સુધરે છે.
તેનો ઉપયોગ કરવાથી વાળનો ગ્રોથ પણ વધે છે. વાળ ઝડપથી લાંબા થાય છે અને કાળા રહે છે. તેનાથી ખરતા વાળની સમસ્યા પણ દૂર થાય છે.