આ ઉપાયથી ગમે તેવો માથાનો દુખાવો 2 મિનિટમાં મટી જશે

મિત્રો લવંડર એક ખાસ પ્રકારનું તેલ છે જે થાક, તણાવ અને કેટલીક શારીરિક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ તેલમાંથી એક ખાસ પ્રકારની સુગંધ આવે છે જે શરીર અને મનને શાંતિ અને તાજગીનો અનુભવ કરાવે છે.

આ તેલથી સ્વાસ્થ્ય સુધરે છે અને સુંદરતા પણ વધે છે. આ તેલમાં એન્ટિફંગલ, એન્ટિ ઇન્ફ્લેમેટરી, એન્ટીડિપ્રેસન્ટ, એન્ટી બેક્ટેરિયલ ગુણ ભરપૂર પ્રમાણમાં હોય છે.

જે શરીરને ખૂબ જ લાભ કરે છે. તેનો સૌથી મોટો ફાયદો છે કે તેનાથી ઊંઘ સારી આવે છે અને માથાનો દુખાવો તુરંત જ મટે છે. આ તેલ મૂડને પણ સ્થિર કરે છે.

જે લોકોને માઈગ્રેનનો દુખાવો રહેતો હોય અને આ દુખાવો કાયમ માટે દૂર કરવો હોય તો લવંડરના તેલનો ઉપયોગ કરો. એક સંશોધન અનુસાર લવંડર ના તેલ ની સુગંધને શ્વાસમાં લેવાથી સ્ટ્રેસ ઓછો થાય છે.

સાથે જ માથાનો દુખાવો પણ મટે છે. જ્યારે સખત માથાનો દુખાવો હોય ત્યારે એક રૂમાલમાં લવંડર નું તેલ લગાવીને તેની સુગંધ લેવી. માથાના દુખાવાથી રાહત મળી જશે.

શરીર પર કોઈ ઈજા થઈ હોય અને ઘા ઝડપથી રુંજાતો ન હોય તો તેના ઉપર પણ લવંડર નું તેલ લગાડી શકાય છે. તેનાથી ત્વચાની બળતરા અને દુખાવો પણ મટે છે. તેના માટે ઘા ઉપર આ તેલના થોડા ટીપા લગાડી દેવા.

ખરતા વાળની સમસ્યા તેમાં પણ લવંડર નું તેલ ઉપયોગી છે. આ તેલનો ઉપયોગ કરવાથી ખરતા વાળ અટકે છે.

લવંડર તેલ નો ઉપયોગ કરવાથી મચ્છર પણ દૂર રહે છે. મચ્છરનો ઉપદ્રવ હોય ત્યારે લવંડર નું તેલ અને સૂર્યમુખી નું તેલ મિક્સ કરીને ત્વચા પર લગાડવું. તેનાથી મચ્છર કરડતા નથી.

જે લોકોના શરીરમાંથી દુર્ગંધ વધારે આવતી હોય તેમણે લવંડરના તેલનો ઉપયોગ કરવો જોઈએ. શરીરની દુર્ગંધ દૂર કરવા માટે નહાવાના પાણીમાં લવંડર ના તેલના થોડા ટીપા મિક્ષ કરીને તેનાથી સ્નાન કરવું. નિયમિત રીતે આમ કરવાથી શરીરમાંથી આવતી દુર્ગંધ બંધ થઈ જશે.

આ તેલ અસ્થમા જેવા જીવલેણ રોગો સામે પણ રક્ષણ કરે છે. તેમાં રહેલા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ શ્વાસ લેવાની સમસ્યાને દૂર કરે છે. તેની સુગંધ લેવાથી એલર્જીના કારણે થતી બળતરા પણ મટે છે.

જોકે લવંડરના તેલના જેટલા ફાયદા છે તેનાથી નુકસાન પણ થઈ શકે છે. લવંડર તેલ નો ઉપયોગ સગર્ભા મહિલા, સ્તનપાન કરાવતી સ્ત્રી અને જે લોકોને એલર્જી હોય તેમણે ન કરવો જોઈએ.

આ સિવાય પુરુષો પણ જો લાંબો સમય સુધી આ તેલનો ઉપયોગ કરે તો હોર્મોનલ સંતુલનને ખલેલ પહોંચે છે. પરિણામે પુરુષોની છાતીનો ભાગ વધવા લાગે છે.

Leave a Comment