હાથ પગ અને કમરનો દુખાવો રહેતો હોય તો કરી નાખો આ પ્રયોગ

મિત્રો હાડકાં મજબૂત હોય તો શરીર મજબૂત રહે છે. આજના સમયમાં લોકોને નાની ઉંમરમાં હાડકાના દુખાવા, સાંધાના દુખાવા, હાથ પગમાં દુખાવાની ફરિયાદ રહે છે. જે લોકોના હાડકા નબળા હોય તેમને ફ્રેકચર ઝડપથી થાય છે.

નબળા હાડકાંની મજબૂતી માટે સારો ખોરાક લેવો જરૂરી છે. જો હાડકાંને ખરાબ થતા અટકાવવા હોય તો કેટલીક વસ્તુનું સેવન કરવાનું ટાળવું પણ જરૂરી છે. હાડકા મજબૂત રાખવા માટે પૌષ્ટિક આહાર લેવો જોઇએ.

હાડકાની મજબૂતી માટે ભોજનમાં વિટામીન, ચરબી, પ્રોટીન હોય તેવી વસ્તુઓ ખાવી જોઈએ. સાથે જ નીચે દર્શાવેલી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે આ વસ્તુઓ ખાવાથી હાડકા પોલા થઈ જાય છે.

દારુ – જે લોકો વધારે પ્રમાણમાં દારુ પીવે છે તેમના શરીરમાં વિટામીન કે અને ડીની ખામી સર્જાય છે જેના કારણે હાડકાં પોચા બની જાય છે.

સોલ્ટેડ ફુડ – નમકીન, વેફર્સ, ચીપ્સ જેવી વસ્તુઓમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે કેલ્શિયમ યુરિન વડે શરીરમાંથી બહાર નીકળી જાય છે અને હાડકા નબળા પડે છે.

ઠંડા પીણા – કોલ્ડડ્રીંકનું સેવન ક્યારેક કરો તો તે ઓછું નુકસાન કરે છે પરંતુ વધારે પ્રમાણમાં તેનું સેવન અને ખાસ કરીને નિયમિત રીતે તેને પીવા હાનિકારક છે. આવા પીણામાં ફોસ્ફરિક એસિડનું પ્રમાણ વધારે હોય છે જે શરીરમાંથી કેલ્શિયમને ઘટાડે છે.

કોફી – કોફીમાં કેફીન વધારે હોય છે જે હાડકાની ઘનતામાં ઘટાડો કરે છે. તેના સેવનથી હાડકા નબળા પડે છે અને ઓસ્ટીઓપોરોસીસ થવાનું જોખમ પણ વધે છે.

નોન વેજ – મીટ, બીફ, માંસમાં પ્રોટીન વધારે હોય છે. જે શરીરમાં કેલ્શિયમની ઊણપ સર્જે છે. જેના કારણે પણ હાડકા નબળા પડે છે.

વિટામીનના સપ્લીમેન્ટ – વિટામીન કુદરતી રીતે મળે તે સારું છે પરંતુ તેના માટે સપ્લીમેન્ટ લેવામાં આવે તો તેનાથી કેલ્શિયમ ઘટે છે.

ચોકલેટ – જે લોકોને વધારે ચોકલેટ ખાવાની આદત હોય તેના શરીરમાં પણ શુગર અને ઓક્સેલેટનું પ્રમાણ વધારે હોય છે જે કેલ્શિયમનું શોષમ કરે છે અને હાડકાને નબળા પાડે છે.

ફાસ્ટ ફુડ – બર્ગર, પાસ્તા, મેગી, નુડલ્સ વગેરેમાં સોડીયમ વધારે હોય છે જે શરીરમાં કેલ્શિયમ ઘટાડે છે. તેથી આ વસ્તુઓ ખાવાથી દુરી બનાવી લેવી હિતાવહ છે.

Leave a Comment