આખો દિવસ થાક્યા પછી પણ ઊંઘ નથી આવતી, કરી લો ઉપાય

મિત્રો આજના સમયની સૌથી મોટી સમસ્યા અનિંદ્રા છે. લોકોને કામનો સ્ટ્રેસ એટલો બધો હોય છે કે તેઓ રાત્રે ચિંતા અને માનસિક તણાવના કારણે સુઈ પણ શકતા નથી.

જ્યારે ઊંઘ બરાબર થતી નથી તો વ્યક્તિનો સ્વભાવ ચીડીયો થઈ જાય છે અને તેને ક્રોધ વારંવાર આવે છે. ઘણા લોકોને અનિંદ્રાના કારણે સતત વિચારો આવે રાખે છે.

અનિંદ્રા થવાના ઘણા કારણો છે. કેટલાક લોકો ઉજાગરા કરતાં હોય છે જેના કારણે તેમને ઊંઘ આવતી નથી. આ સિવાય જ્યારે રાત્રે ઊંઘ આવતી નથી તો તરસ લાગવી, પગમાં ખાલી ચડવી, મગજના જ્ઞાનતંતુ નબળા પડી જવા, વારંવાર તબિયાત ખરાબ થવા જેવી સમસ્યા પણ થવા લાગે છે.

અનિંદ્રાના કારણ અલગ અલગ હોય છે. ઘણીવાર આહારના કારણે પણ ઊંઘની સમસ્યા થાય છે. જેમકે રાત્રે સુતા પહેલા આઈસક્રીમ ક્યારેય ન ખાવી. આઈસક્રીમ ખાવાથી શરીરમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે. અને ઊંઘ આવતી નતી.

જે લોકો દારુ પીતા હોય છે તેમને પણ ઊંઘ આવતી નથી. તેના કારણે સવારે પણ માથું ભારે રહે છે અને આખો દિવસ શરીરમાં નબળાઈ રહે છે.

રાત્રે ડાર્ક ચોકલેટ પણ ખાવી જોઈએ નહીં. તેમાં રહેલું કેફીન ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. રાત્રે તેનું સેવન કરવાથી ધબકારા વધી જાય છે.

રાત્રે ઊંઘતા પહેલા ભારે ખોરાક ખાધો હોય ત્યારે પણ ઊંઘની સમસ્યા થાય છે. રાત્રે નોન વેજ કે ભારે ખોરાક ખાવા જોઈએ નહીં. તેના બદલે રાત્રે ખીચડી, રોટલી વગેરે લેવા જોઈએ જે ખોરાક સરળતાથી પચે છે અને રાત્રે ઊંઘ પણ ખરાબ થતી નતી.

અનિંદ્રાથી બચવા માટે ધોઈ નામની વનસ્પતિના પાનના ભજીયા ખાઈ શકાય છે અથવા તેના પાનના રસને સુવાની એક કલાક પહેલા દૂધ સાથે લેવું. તેનાથી ઊંઘ સારી આવે છે.

કોકમનું શરબત બનાવીને રાત્રે પીવાથી ઊંઘ સારી આવે છે. આ સિવાય વરિયાળીનો અર્ક પાણી મીક્સ કરીને પીવાથી પણ ઊંઘ સારી આવે છે.

ભેંશના દુધમાં અશ્વગંધા ચૂર્ણ ઉમેરીને લેવાથી અનિંદ્રા મટે છે. જાયફળનું ચૂર્ણ દૂધ સાથે લેવાથી અનિંદ્રા મટે છે. ગંઠોળાનું ચૂર્ણ ગોળ સાથે લઈ અને ઉપરથી દૂધ પીવાથી ઊંઘ ઝડપથી આવે છે.

અરડૂસીના પાનનો ઉકાળો બનાવીને પીવાથી ઊંઘ સારી આવે છે. દૂધમાં બદામનું તેલ ઉમેરીને પીવાથી ઊંઘ સારી આવે છે. આ સિવાય રાત્રે દુધમાં સાકર, હળદર અને ઘી ઉમેરીને પીવાથી પણ ઊંઘ સારી આવે છે.

Leave a Comment