આ ઉપાયથી ઘરમાં થયેલી ઉધઈ હંમેશ માટે નીકળી જશે

દોસ્તો ઘણા લોકોને ઘરના લાકડાના ફર્નીચરમાં ઉધઈની સમસ્યા સતાવતી હોય છે. લાકડામાં ઉધઈ લાગે તો લાકડું ખરાબ થઈ જાય છે. ત્યારે આજે ઘરને ઉધઈથી બચાવવાના કેટલાક સરળ ઉપાયો તમને જણાવીએ. આ ઉપાયો કરવાથી ઉધઈ તમારા ઘરમાંથી છુમંતર થઈ જશે.

લાકડામાં થતી ઉધઈથી બચવા માટે કેટલાક ઘરેલું ઈલાજ કરી શકાય છે. આ ઉપાય એકદમ કારગર છે. તેને કરવાથી સકારાત્મક પરિણામ મળે છે તો ચાલો જાણી લો ફટાફટ કે ઉધઈને કેવી રીતે ઘરમાંથી દુર કરી શકાય છે.

લીમડાનું તેલ ઉધઈ માટે રામબાણ ઈલાજ છે. આ તેલનો ઉપયોગ કરવાથી ઉધઈ દુર થાય છે. તેના માટે જે જગ્યાએ ઉધઈ થઈ હોય ત્યાં લીમડાનું તેલ લગાવવાનું છે.

તેના માટે એક સુતરાઉ કપડું લેવું તેને તેલમાં પલાળી અને ઉધઈ થઈ હોય ત્યાં લગાવી દેવું. આ ઉપાય કરવાથી ઉધઈ ઘરમાંથી નીકળી જાય છે.

વિનેગરની મદદથી પણ ઉધઈ દુર કરી શકાય છે. લીંબુ અને વિનેગર બંનેમાં એવા તત્વ હોય છે જે ઉધઈને દુર કરે છે. તેના માટે લીંબુના પાણીને અથવા વિનેગરને સ્પ્રે બોટલમાં ભરી અને ઉધઈ હોય ત્યાં આ સ્પ્રેનો છંટકાવ કરવો. તેનાથી ઉધઈ દુર થાય છે.

મીઠું પણ ઉધઈને દુર કરે છે. તેના માટે એક કપ પાણીને ગરમ કરો તેમાં 2 ચમચી મીઠું ઉમેરી અને આ પાણીને ઠંડુ કરી સ્પ્રે બોટલમાં ભરો. આ પાણીનો છંટકાવ ઉધઈ પર કરવાથી ઉધઈ દુર થાય છે.

લાલ મરચું પણ ઉધઈને ભગાડે છે. તેના માટે ઉધઈ થઈ હોય ત્યાં લાલ મરચું લગાવી દેવાનું છે. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં ઉધઈ દુર થઈ જાય છે.

ઉધઈ એવી સમસ્યા છે જે ઘરનો નાશ કરી શકે છે. તે લાકડામાં થઈ જાય તો ધીરે ધીરે બધી જ વસ્તુઓને ખરાબ કરી નાખે છે. તેથી ઉધઈ થવાની શરુઆત થાય ત્યાં જ તેનો ઈલાજ કરી દેવો જોઈએ. આ ઈલાજ કરી દેવાથી ઉધઈ શરુઆતમાં જ દુર થઈ જાય છે અને ઘરની વસ્તુઓ ખરાબ થતી નથી.

Leave a Comment