આ વસ્તુથી તમારું શરીર તરત જ ઉતરી જશે

દોસ્તો સામાન્ય રીતે આપણા ભારતીય રસોડામાં વિવિધ પ્રકારના મસાલાઓ મળી આવતા હોય છે. જેનો ઉપયોગ કરીને ભોજનનો સ્વાદ વધારવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે આ બધા મસાલા આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી હોય છે અને તેનો તમે ઉપયોગ કરીને ઘણી બધી બિમારીઓથી રાહત મેળવી શકાય છે.

આ મસાલાઓ પૈકી આજે અમે તમને તુલસી અને કાળા મરીનો ઉપયોગ કરવાથી કઈ કઈ બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે તેના વિશે વિગતવાર વાત કરવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે કાળા મરીની તાસીર ગરમ હોય છે.

જે આપણા શરીરની અંદરથી ગરમ રાખે છે. જેથી કરીને ખરાબ શરદી, ઉધરસ, વાયરલ રોગો વગેરેનો સામનો કરવો પડતો નથી. આ જ ક્રમમાં તમે તુલસીના પાન અને કાળા મરી ની મદદથી પોતાના શરીરનું વજન પણ ઓછું કરી શકો છો.

જો તમે આ બન્ને વસ્તુઓ ભેગી કરીને ખાઈ લો છો તો તેમાં મળી આવતું ફાઇબર, વિટામિન સી, વિટામિન કે, કેલ્શિયમ અને પોટેશિયમ આપણા શરીરમાં મળી રહે છે. જેથી કરીને આપણે આસાનીથી વજન ઓછું કરી શકીએ છીએ.

વજન ઘટાડવા માટે તમારે સૌથી પહેલાં પોતાના પેટની કાળજી લેવી ખૂબ જરૂરી બની જાય છે. આ માટે તમે તુલસીના પાન અને કાળા મરીનું સેવન કરી શકો છો. જેનાથી ભોજન યોગ્ય રીતે પચી જાય છે અને શરીરમાં વધારાની ચરબી એકઠી થતી નથી. જેથી કરીને વજન ઓછું કરી શકાય છે.

તુલસીના પાન અને કાળા મળીને એક સાથે સેવન કરવામાં આવે તો શરીરમાં જામી ગયેલી અશુદ્ધ કચરો પણ બહાર નીકળી જાય છે. જેથી કરીને પેટ એકદમ સાફ બની જાય છે. વળી તેનાથી વધારાના ફેટ પણ બર્ન કરી શકાય છે, જેનાથી તમને ઘણો બધો લાભ થાય છે અને શરીરને અનેક ફાયદા પણ થાય છે.

તમે ધ્યાન આપ્યું હોય તો અમુક લોકોને ભોજન કરી લીધા પછી અપચો, કબજીયાત અને ગેસની સમસ્યા હેરાન કરતી હોય છે. જેના લીધે વજન ઓછું કરવામાં પણ પરેશાની આવે છે અને તમારું પાચનતંત્ર એકદમ ખરાબ બની જાય છે પરંતુ જો તમે કાળા મરી અને તુલસીનું સેવન એક સાથે કરો છો તો તમારા શરીરમાં પોષક તત્વોની કમી રહેતી નથી અને ફાયબરની હાજરીને કારણે કબજીયાત થી રાહત મળે છે. વળી તેનાથી એસિડિટીથી છુટકારો મેળવી શકાય છે.

તમને ઉપરોક્ત જણાવ્યું તેમ કાળા મરી ની તાસીર ગરમ હોય છે, જે આપણા શરીરની અંદરની ઉસ્માન વધારો કરે છે. જે વજન ઓછું કરવામાં તમારી મદદ કરી શકે છે. હકીકતમાં તેનું સેવન કરવાથી વજન તો ઓછું થાય જ છે સાથે-સાથે તમારા પાચનતંત્રની સ્થિતિ માં વધારો કરી શકાય છે.

જેથી ભોજનનું પાચન યોગ્ય રીતે થઇ શકે છે અને તેનું એકસાથે સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરી શકાય છે. જેથી કરીને આપણે બીમારીઓથી દૂર રહી શકીએ છીએ.

હવે તમે કહેશો કે કાળા મરી અને તુલસીનું એકસાથે સેવન કેવી રીતે કરવું જોઈએ? તો તમને જણાવી દઈએ કે તમે તુલસીના પાન અને કાળા મરીની ચા બનાવીને પી શકો છો. આ ચા બનાવવા માટે તમારે કાળા મરીના પાંચથી છ દાણા અને પાંચથી છ તુલસીના પાનની ચા બનાવી શકો છો. જેનાથી તમને ગળા ના દુખાવા પણ રાહત મળી શકે છે. વળી જો તમે કોઈ જગ્યાએ સોજો આવ્યો હોય તો તેમાં મળી આવતા એન્ટી તત્વો શરીરના સોજાને પણ દૂર કરી શકે છે.

Leave a Comment