દોસ્તો સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં શેરડીનો રસ પીવો દરેક વ્યક્તિને પસંદ હોય છે. તેની તાસીર ઠંડી હોય છે અને તેના મીઠાશ યુક્ત સ્વાદને કારણે લોકો તેને ખૂબ જ પસંદ કરતા હોય છે.
વળી શેરડીના રસમાં પ્રોટીન, ફાઇબર કે કોલેસ્ટ્રોલ હોતું નથી પરંતુ તેમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને આયરન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. વળી ઉનાળાની ઋતુમાં શેરડીનો રસ પીવાથી આપણું શરીર એકદમ હાઈડ્રેટ રહે છે, જેના લીધે ડીહાઇડ્રેશનની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
જે લોકોને ખીલની સમસ્યા રહેતી હોય અથવા પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તેવા લોકો માટે પણ શેરડી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે વધુ પ્રમાણમાં શેરડીનો રસ પીવો તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે.
હકીકતમાં શેરડીના રસમાં એવા ઘણા તત્વો મળી આવે છે, જે આપણા સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે કામ કરે છે પરંતુ તેમાં મળી આવતું પોલિકેસેનોલ આપણા શરીર ની તબિયત ખરાબ કરી શકે છે.
જેના લીધે તેનું સેવન કરવાથી માથાનો દુખાવો, મોટાપો, કબજીયાત, ઝાડા, ડાયાબિટીસ વગેરે થવાના ચાન્સ વધી જાય છે. તેથી ડૉક્ટરો પણ તેનું વધુ પ્રમાણમાં સેવન કરવાની ના પાડતા હોય છે.
જ્યારે 20 મિનિટથી વધુ સમય સુધી શેરડીનો રસ પડી રહે છે તો તેનું ઓક્સિકરણ થઈ જાય છે. જે આપણા શરીર માટે નુકસાનકારક બની શકે છે. વળી તેના લીધે પેટમાં ખરાબી થવી, ઊલટી થવી, ચક્કર આવવા વગેરે નો સામનો કરવો પડે છે. તેથી હંમેશા તાજો બનાવેલો શેરડીનો રસ પીવો જોઇએ.
શેરડીના રસમાં પોલિકેસેનોલ મળી આવે છે. જેના લીધે અનિદ્રાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જે આગળ જતા માથાનો દુખાવો, ચક્કર આવવા વગેરે જેવી બીમારીઓમાં પરિણમે છે.
શેરડી માં વધારે પ્રમાણમાં કેલરી અને શુગર હોય છે જેના લીધે આપણું વજન આસાનીથી વધે છે. જો તમે વજન ઓછું કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો તો તમારે પોતાના ભોજનમાં શેરડીના રસને ઉમેરવો જોઇએ નહીં. કારણ કે જો તમે વધુ માત્રામાં શેરડીના રસનું સેવન કરો છો તો તમે મોટા મોટાપો ની સમસ્યાથી છુટકારો મેળવી શકતા નથી.
શેરડીના રસમાં મળી આવતું પોલિકેસેનોલ લોહીને પાતળું કરવાનું કામ કરે છે. જેના લીધે લોહી જામી જતું નથી. આ જ કારણ છે કે શેરડીના રસનું સેવન કરવાથી લોહી વહેવાનું જોખમ વધી જાય છે.
ઉનાળામાં રસ્તા પર મળી આવતા શેરડીના રસમાં રોગ ફેલાવનાર બેક્ટેરિયા હોઈ શકે છે. જેથી કરીને આપણને વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે. તેથી શેરડીનો રસ એકદમ તાજો અને શુદ્ધ ગુણવત્તાવાળો હોય તો જ પીવાનો આગ્રહ કરવો જોઈએ નહિતર શેરડીના રસમાં રહેલા બેક્ટેરિયા તમારા પેટમાં પહોંચે છે અને તમારી તબિયતને ખરાબ કરવાનું કામ કરે છે.