દોસ્તો સામાન્ય રીતે સાકર નો મીઠો સ્વાદ દરેક વ્યક્તિને પસંદ આવતો હોય છે અને તેનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે. વળી સાકર નો ઉપયોગ કરીને તમે ઘણા રોગોથી રાહત પણ મેળવી શકો છો પરંતુ શું તમે જાણો છો કે સાકરની અંદર એક એવી વસ્તુ ઉમેરીને ખાઈ લેવામાં આવે તો તેનાથી આપણા શરીર ઘણા પ્રકારના રોગ દૂર થઈ શકે છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
જો તમે તુલસીના બીજ અને સાકરને મિક્સ કરીને ખાવાનું શરૂ કરી દો છો તો તેમાં મળી આવતા પોષક તત્વો આપણા શરીરને વિવિધ પ્રકારના રોગોથી દુર રાખે છે અને તેનાથી આપણે ઘણા સમય સુધી ડોક્ટર પાસે ગયા વિના સ્વસ્થ રહી શકીએ છીએ
તુલસીના બીજ અને સાકરમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. જેનો ઉપયોગ કરીને તમે તમારી પાચન શક્તિને મજબૂત કરી શકો છો. જેના લીધે તમે કોઈપણ ભોજનને આસાનીથી પચાવી શકો છો અને તમારું વજન પણ ઓછું થઈ શકે છે.
આ બંનેના મિશ્રણમાં એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મ જોવા મળે છે, જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે. જો તમે દરરોજ તેનું સેવન કરો છો તો તમે લાંબા સમય સુધી વાયરલ રોગોથી દૂર રહી શકો છો અને તમારી રોગપ્રતિકારક શક્તિ એકદમ મજબૂત બની જાય છે.
આ મિશ્રણનું સેવન કરવામાં આવે તો તમને માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકો છો અને એકાગ્રતામાં વધારો કરી શકો છો. જો તમે રાતે સૂતી વખતે તેનું સેવન કરો છો તો તમારી એકાગ્રતામાં વધારો થાય છે અને તમારા માનસિક સ્વાસ્થ્ય માં સુધારો કરી શકાય છે. જેના લીધે તમારી યાદ શક્તિમાં પણ વધારો થાય છે.
તુલસીના બીજ અને સાકર નું સેવન કરવુ લાભકારી માનવામાં આવે છે. હકીકતમાં તેની તાસીર ગરમ હોય છે, જે શરદી અને ઉધરસથી રાહત આપે છે. તેમાં જોવા મળતાં એન્ટી ગુણધર્મો શરદી અને ઉધરસ માટે લાભદાયી માનવામાં આવે છે. જે લોકોને ગળામાં કફની સમસ્યા હેરાન કરી રહી હોય તેવા લોકોએ તો તુલસીના બીજ અને સાકરનું અવશ્ય સેવન કરવું જોઈએ.
તુલસીના બીજ અને સાકરમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન જોવા મળે છે, જેનું સેવન કરવાથી એનિમિયાની સમસ્યાથી રાહત મળી શકે છે. તમને જણાવી દઈએ કે જ્યારે આપણા શરીરમાં લોહીની ઉણપ ઉભી થાય છે ત્યારે એનિમિયા નામની સમસ્યા વ્યક્તિને હેરાન કરે છે પરંતુ સાકર સાથે તુલસીનાં બીજનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તરમાં વધારો કરી શકાય છે અને તેનાથી રાહત મળે છે.
જે લોકોને બ્રશ કર્યા પછી પણ મોઢામાં દુર્ગંધ આવવાની સમસ્યા રહેતી હોય તેવા લોકો પણ તુલસીના બીજ સાથે સાંકળવું સેવન કરી શકે છે. જેનાથી મોઢામાંથી આવતી ખરાબ દુર્ગંધ દૂર થઈ જાય છે.
હકીકતમાં તેનું સેવન કરવાથી તે આપણા શરીરના હાનિકારક બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે અને મોઢાના ચાંદા થી રાહત આપે છે. હવે તમે કહેશો કે તુલસીના બીજ અને સાકરનું કેવી રીતે સેવન કરવું જોઈએ? તો તમને જણાવી દઈએ કે આ માટે તુલસીના બીજ અને સાકર પીસીને તેનો પાઉડર બનાવી લેવો જોઈએ.
હવે તેને પાણીમાં ઉમેરીને બરાબર હલાવી લેવું જોઇએ અને તેનું સેવન કરવું જોઈએ. તમે તુલસીના બીજ અને સાકરનો પાવડર બનાવીને દૂધમાં ઉમેરીને પણ પી શકો છો, જેનાથી યાદશક્તિમાં વધારો થાય છે. વળી તુલસીના બીજ અને સાકરનું ચૂર્ણ મધ સાથે લેવામાં આવે તો તેનાથી શરદી ઉધરસમાં રાહત મળી શકે છે.